For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 4300 સર્વેયર દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ 28 પશુ જાતોની ગણતરી કરશે

11:18 AM Jul 24, 2024 IST | admin
ગુજરાતમાં 4300 સર્વેયર દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ 28 પશુ જાતોની ગણતરી કરશે

28 જેટલી પશુઓની જાતની ગણતરી માટે ડોર ટુ ડોર સરવે

Advertisement

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર 21મી પશુધન વસતી ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવનાર સોફ્ટવેર અંગે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે ૠઈંઉખ-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુધન વસતી ગણતરીમાં દેશભરની 219 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે, જે પૈકી ગુજરાતમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ગાય, મહેસાણી અને જાફરાબાદી ભેંસ, ઊંટ,ઘેટા અને અન્ય પશુઓને મળી કુલ 28 પશુ જાતોની ગણતરી કરવામાં આવશે.સપ્ટેમ્બર-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન ગુજરાતમાં આશરે 4300થી વધુ અધિકારી-કર્મચારીઓ રાજ્યના દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ પશુધન વસતી ગણતરી હાથ ધરશે.

કૃષિ મંત્રી પટેલે ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રના વિકાસ અંગે માહિત આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતના પશુપાલન ક્ષેત્રની કાયાપલટ થઇ છે. આજે ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદન, પશુ સારવાર, કૃત્રિમ બીજદાન જેવી અનેક બાબતોમાં દેશમાં મોખરે છે. ગુજરાતમાં આજે 18000થી વધુ દૂધ મંડળીઓ કાર્યરત છે, જેમાં 12 લાખથી વધુ મહિલાઓ સદસ્ય છે. જે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાઘવજીએ પશુ આરોગ્ય સેવાઓ વિશે જણાવ્યું હતું કે, પશુ સ્વસ્થ અને સારવાર માટે ગુજરાત દેશમાં અગ્રેસર છે. પશુઓને ઘર આંગણે આરોગ્ય સેવા પૂરી પાડવા 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના હેઠળ 5300 ગામોને આવરી લેતા કુલ 460 જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે.

Advertisement

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 127 જેટલા મોબાઈલ વેટરનરી યુનિટ પણ પશુ આરોગ્ય સેવા માટે કાર્યરત છે.કાર્યશાળાના શુભારંભ સમારોહમાં ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમારે કહ્યું હતું કે, ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જ્યાં છેલ્લા 100 વર્ષથી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી પશુધન વસતી ગણતરી માટે કુલ પાંચ રાજ્યમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયા હતા, જેમાં ગુજરાત રાજ્યની પણ પસંદગી કરવામાં આવી છે. જામનગરના જોડીયા અને કાલાવડ તાલુકામાં સોફ્ટવેર અને મોબાઈલ એપના પરીક્ષણ માટેનો પાયલટ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement