For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના શ્રીનાથગઢમાં વૃદ્ધાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત

11:39 AM Aug 08, 2024 IST | Bhumika
ગોંડલના શ્રીનાથગઢમાં વૃદ્ધાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
Advertisement

ગોંડલના શ્રીનાથગઢ ગામે રહેતા વૃદ્ધાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. વૃદ્ધાના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામે રહેતા જયાબેન મીઠાભાઇ ટાંક નામના 65 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં જયાબેન ટાંકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે જયાબેન ટાંકનો પરિવાર સુરત રહે છે અને જયાબેન ટાંક શ્રીનાથગઢમાં એકલા રહે છે જયાબેન ટાંકે એકલવાયા જીવનથી કંટાળી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા ખીમજીભાઇ શામજીભાઈ મેંદપરા નામના 58 વર્ષના આધેડ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમને અચાનક પેટનો દુખાવો ઉપાડતા મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement