રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાત

01:56 PM Jan 15, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલના આંબરડી ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક દંપતીએ સાથે દારૂ પીધા બાદ ઝઘડો કર્યો હતો. ઝઘડો થતા દારૂના નશામા પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરણીતાના મોતથી બે પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના આંબરડી ગામે ખેતમજુરી અર્થે આવેલી સુનીતાબેન પુનાલાલ ઠાકોર નામની 33 વર્ષની પરણીતાએ રાત્રીના સમયે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી જયા તેણીનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક પરણીતાને સંતાનમા બે પુત્ર છે અને મુળ મધ્યપ્રદેશની વતની હતી દંપતીએ સાથે દારૂ પીધા બાદ ઝઘડો થતા સુનીતાબેન ઝેર પી જીવન ટુકાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય બનાવમા પડધરીના ઇશ્ર્વરીયા ગામે રહેતી ગીતાબેન કરશનભાઇ છાસીયા નામની 3પ વર્ષની પરણીતાએ બપોરના અરસામા કોઇ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધુ હતુ. જયારે બીજા બનાવમા લોધીકાના મેટોડામા રહેતી ક્રિષ્નાબેન રાકેશભાઇ રામ નામની પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર બંને પરણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gondalgondal newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement