ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં મામા-ફોઈના પુત્રોએ ખોટુ કુલમુખત્યાર કરી પ્લોટ બે વખત વેચી નાખ્યા

12:02 PM Nov 03, 2025 IST | admin
Advertisement

ગોંડલ વાછરા રોડ ઉપર આવેલ ખેતીની જમીન બીનખેતી થયાં બાદ વિ.કે.નગર નામ ઓળખ આપી પ્લોટો પાડી મામા ફોઈના પોરીયાએ કુલમુખત્યાર નામે અને માલિક દરજ્જે એકજ પ્લોટનું બે વાર વેચાણ દસ્તાવેજ કરી આપતાં મુળ માલિકનાં અવસાન બાદ વારસાઈ નોંધ કરવા માટે બે નંબર કઢાવતાં અન્યનાં નામનો ઉલ્લેખ જોવા મળતાં કરતુત બહાર આવ્યું હતું જે અંગેની ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપતાં તપાસનો ધમધમાટ શરૂૂ થવા પામ્યો છે.

Advertisement

ગોંડલના ગુંદાળા ગામે રહેતા રંજનબેન રાજુભાઇ પાટડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પિતા બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા.19/12/2000 નાં રોજ વાછરા રોડ ઉપર આવેલ વિ.કે.નગરમા પ્લોટ નં 69 ચો.મી. 122 ખરીદ કરેલ છે જે હયાતીમાં ન હોવાથી પ્લોટમાં વારસાઈ નોંધ કરવા માટે બે નંબર કઢાવતાં અન્ય વ્યક્તિનું નામ હોય એકજ પ્લોટનું બે વેચાણ થયું હોવાનું બહાર આવ્યું હતું જયારે આ અંગે મુળ માલિક સાથે સંપર્ક કરતાં પોતાએ કુલમુખત્યાર નામું બીજા વ્યક્તિને કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું જે બન્નેનો સંબંધ મામા ફોઈના હોય મંડળી રચી કરતુત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આમ ઉપરોકત જમીન દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા તથા જેઠાલાલ કરશનભાઈ તેમજ મહંમદઅલી અકબરઅલીએ ખરીદ કરેલ જે ખેતીની જમીન તા.4/5/99 ના રોજ બિનખેતી થતાં બચુભાઈ ગગજીભાઈ મકવાણાએ દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયા પાસેથી તા.19/12/2000 ની સાલમાં ખરીદ કરી દસ્તાવેજ કર્યો હતો.

બચુભાઈના નામની જગ્યાએ ગુણવંતભાઈ રાજાભાઈ કોટડીયાનુ નામ હોય તપાસ કરતાં મુળ માલિક દેવરાજભાઈ પરબતભાઈ કાથરોટીયાએ કુલમુખત્યાર નામું મિતુલકુમાર કાન્તીલાલ કાલરીયાને કરી આપ્યું હોય તેઓએ ઉપરોક્ત સર્વે નંબરનાં પ્લોટ પૈકીના 68 તેમજ 69 એમ બન્ને પ્લોટ એકી સાથે કુલ ચો.વાર 294-30 ચો.મી.246-00 વાળી જમીન તા. 26/3/2003 રજી.દ.નં.918 કુલમુખત્યાર નામાનાં આધારે દસ્તાવેજ કરી આપ્યો હોવાનું બહાર આવતા એક્જ પ્લોટનો બે વખત દસ્તાવેજ થયો હોવાનું કરતુત પ્રકાશમાં આવતાં એક બીજાનો સંબંધ મામા ફોઈના પોરીયા થતાં હોવાથી એક બીજાને મદદ કરી મંડળી રચી કારસ્તાન ધડયુ હોવાનું મનાય રહ્યું છે જે અંગેની ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement