For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગારીડા ગામે વાડીમાં ઢોર આવી જતા શેઢા પાડોશી સગા ભાઇ વચ્ચે મારામારી

05:08 PM Aug 31, 2024 IST | Bhumika
ગારીડા ગામે વાડીમાં ઢોર આવી જતા શેઢા પાડોશી સગા ભાઇ વચ્ચે મારામારી
Advertisement

રાજકોટ તાલુકાના ગારીડા ગામે વાડીમાં માલઢોર આવી જવા બાબતે સેઢા પાડોશી સગા ભાઇ વચ્ચે છરી-પાઇપ અને ધારીયા વડે સામસામે હુમલો થતા બન્ને ભાઇ અને બહેનને ઇજા થતા ત્રણેયને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.

રાજકોટ તાલુકાના ગારીડા ગામે રહેતા ભુપતભાઇ માવજીભાઇ ઝાપડીયા (ઉ.વ.43) અને તેના બહેન ભારતીબેન કિશનભાઇ મેર (ઉ.વ.30) આજે સવારે ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે સેઢા પાડોશી સગાભાઇ નવઘણ માવજીભાઇ ઝાપડીયાએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. જયારે સામાપક્ષે નવઘણ માવજીભાઇ ઝાપડીયા (ઉ.વ.40)ને પણ ભુપતભાઇએ ધારીયા વડે હુમલો કરતા ઇજા થઇ હતી.

Advertisement

સામસામી મારામારીમાં બન્ને ભાઇ અને તેના બહેનને ઇજા થતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં બન્ને ભાઇની વાડી એક જ સેઢે આવેલી હોય અને ભુપતભાઇના માલઢોર નવઘણની વાડીમાં ઘુસી જતા બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ સામસામે હુમલો થયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement