For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મુદ્દે યુવાન પર 2 શખ્સનો ધોકાથી હુમલો

12:28 PM Oct 10, 2024 IST | admin
ગાંધીનગર વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મુદ્દે યુવાન પર 2 શખ્સનો ધોકાથી હુમલો

ઉછીના આપેલા પૈસા માગવા જતાં હુમલો કરાયો

Advertisement

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં બે મિત્રોને પૈસાની લેતી દેતી ના મામલે તકરાર થઈ હતી અને 80 હજાર રૂૂપિયા ઉછીના આપનાર યુવાનને પૈસાની ઉઘરાણી કરવા જતાં આખરે માર ખાવાનો વારો આવ્યો છે. અને બે શખ્સો એ લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હોવાથી પોલીસ ફરિયાદ કરાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર ના નીલકંઠ નગરમાં રહેતા અબ્દુલ હાફીઝ અલ્લારખાભાઈ અખાણી નામના 29 વર્ષના સુમરા વેપારી યુવાને પોતાના ઉપર લાકડા ના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ મિત્ર ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપી બંને એકબીજાના મિત્ર છે, અને મિત્રના સંબંધમાં ફરીયાદી અબ્દુલહાફિઝે આરોપી દિવ્યરાજસિંહ ને 80 હજાર રૂૂપિયા હાથ ઉછીના આપેલા હતા. જે રકમ ની ઉઘરાણી કરવા જતાં આરોપી દિવ્યરાજસિંહ પોતાના સાગરીત સાથે હુમલો કરી દઇ ફરીથી પૈસા માંગશે તો પતાવી નાખશે, તેવી ધમકી આપી હોવાથી મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, પોલીસ બંને હુમલાખોર આરોપીને શોધી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement