For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ સ્ટેશન સામે જ કપડાં કાઢી વ્યંડળોનો આતંક

03:53 PM Mar 15, 2024 IST | Bhumika
પોલીસ સ્ટેશન સામે જ કપડાં કાઢી વ્યંડળોનો આતંક
  • ગાદીપતિ ગુરુ-ચેલાની લડાઈમાં પોલીસ સેન્ડવીચ, ચેલાએ સી.પી.ઓફિસ માથે લીધી, ગુરુએ સાગરીતો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઈલની બોટલો સાથે બખેડો કર્યો, પોલીસ સાથે ઝપાઝપી-ચક્કાજામ

રાજકોટમાં વ્યંઢળ સમાજનાં ગુરૂ ચેલા વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી વર્ચસ્વની લડાઈમાં એક બીજા સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ આજે બન્ને જૂથ રસ્તા પર ઉતરી આવતાં પોલીસ તંત્ર સેન્ડવીચ બની ગયું હતું. બે દિવસ પહેલા ગાદીપતિ ગુરૂએ ચેલા વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી જેની સામે આજે ચેલાએ પોલીસ કમિશ્નર કચેરીમાં રજૂઆત કરી હંગામો મચાવી દીધો હતો. જેની જાણ ગુરૂને થતાં પોતાના મળતીયાઓને સાથે રાખીને એ ડીવીઝન પોલીસ મથક પાસે કપડા કાઢી હંગામો મચાવી દેતાં ટ્રાફીકના ચક્કાજામ થઈ ગયા હતાં.

Advertisement

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટનાં પરાપીપળીયા ગામે રહેતા અને ભીક્ષા વૃત્તિનો વ્યવસાય કરતાં કિન્નર મીરાદે ઉર્ફે ફટાકડીએ બે દિવસ પહેલા પોતાની શિષ્ય અને ગંજીવાળામાં રહેતી નિકીતાદે મીરાદે સામે એ ડીવીઝન પોલીસ મથકમાં રામનાથપરા વિસ્તારમાં આવેલ વ્યંઢળના મઢ પાસે અવારનવાર ડ્રગ્સનું સેવન કરી ધમાલ મચાવતાં હોવાની અરજી કરી શિષ્ય સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.ગુરૂએ પોલીસમાં આપેલી અરજીની જાણ થતાં આજે ગંજીવાળામાં રહેતો ચેલો નિકીતાદે મિરાદે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યો હતો અને પોતાના ગુરૂ મિરાદે ઉર્ફે ફટાકડી તેનો પ્રેમી મકસુદ અને અજાણ્યા શખ્સો સામે ચોંકાવનારા આક્ષેપો સાથેની અરજી કરી પગલાં લેવા માંગણી કરી હતી.

ચેલાએ ગુરૂના વિરૂધ્ધમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે આરોપી મિરાદે ઉર્ફે ફટાકડીએ કાયદેસર વિધી કરીને પોતાને ચેલા તરીકે સ્વિકાર કરેલ અને ત્યારબાદ તેની પાસે જુદા જુદા વિસ્તારોમાં બળજબરીથી ભિક્ષાવૃત્તિ કરાવી માર મારતાં હોવાનું અને અવારનવાર ફોર વ્હીલ કાર ચડાવી દઈ હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવી દેવાની ધમકી આપતા હોવાની રજૂઆત કરી છે. આ રજૂઆતમાં કારણ એવું દર્શાવ્યું છે કે પોતાના ગુરૂ મીરાદે ઉર્ફે ફટાકડી પોતાને તરછોડી તેના પ્રેમી રિક્ષા ડ્રાઈવર મકસુદ સાથે રહેતી હોવાનું અને આ મિરાદે પાસે લાખો રૂપિયાનું સોનુ રોકડ સહિતની મિલકતો હોવાનું અને તેના બેંક બેલેન્સમાં પણ મોટી રકમ હોવાનો આક્ષેપ કર્યો છે. આ તમામ રકમ પબ્લીકના માણસોને હેરાન કરી પડાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં વધુમાં એમ પણ જણાવ્યું હતું કે વ્યંઢળ ન હોય તેવા પુરૂષોને વ્યંઢળોના કપડા પહેરાવી તેમની પાસે માધાપર ચોકડી સહિતના જુદા જુદા સ્થળે ઉભા રખાવી ઉઘરાણા કરાવતા હોવાનો અને તેમાં 50 50 ટકા ભાગ હોવાના પણ આક્ષેપો કર્યા છે.

Advertisement

ચેલાએ ગુરૂ સામે પોલીસ કમિશ્નર કચેરીએ ધસી હંગામો મચાવી ઉગ્ર રજૂઆત કર્યાની ગુરૂને જાણ થતાં મિરાદે સહિતના 30 થી 40 જેટલા વ્યંઢળો બપોરે એ ડીવીઝન પોલીસ મથકે ધસી ગયા હતા અને જાહેર રોડ ઉપર જ વ્યંઢળોએ નગ્ન હાલતમાં વિરોધ કરી રસ્તા ઉપર ટ્રાફીકના ચક્કાજામ કરી દીધા હતાં. પોલીસ તંત્ર દ્વારા નગ્ન હાલતમાં વિરોધ કરી રહેલા વ્યંઢળોને અટકાવવાનો પ્રયાસ કરતાં ચાર થી પાંચ વ્યંઢળએ પોતાની સાથે લાવેલ ફીનાઈલની પાંચ બોટલ એક બીજા ઉપર રેડી દીધી હતી. એક વ્યંઢળે તો ફિનાઈલ પીવાનું નાટક પણ કર્યુ હતું. પોલીસે વ્યંઢળોને વિરોધ પ્રદર્શન કરતાં અટકાવતાં વ્યંઢળોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. બાદમાં વધારાનો પોલીસ ફોર્સ આવી જતાં વ્યંઢળોને સમજાવી મામલો થાળે પાડયો હતો. મિરાદે ઉર્ફે ફટાકડીએ પોલીસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે તેણે બે દિવસ પહેલા પોતાના ચેલા વિરૂધ્ધ કરેલી અરજીમાં હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી થઈ નથી તેમ કહી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

ઘર ફૂટે ઘર જાય ... ગુરુ-ચેલાની લડાઈમાં નકલી વ્યંડળોનું પાપ બહાર આવ્યું
રાજકોટમાં રહેતા કિન્નર સમાજમાં ગુરૂ-ચેલા વચ્ચે એક સપ્તાહથી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. ત્યારે ગુરૂ-ચેલા દ્વારા સામસામા પોલીસમાં અરજી અને રજૂઆતો કરવામાં આવી છે. આ મુદ્દે આજે ગુરૂ વિરુદ્ધ ચેલા નિકિતાદે મીરાદેએ પોતાના ગુરૂ વિરુદ્ધ પોલીસ કમિશનરને ચાર પાનાની લેખીત રજૂઆત કરી હતી જેમાં ગુરૂ મીરાદેએ પોતાના પ્રેમી રિક્ષાચાલક બક્ષુદની મદદથી પરિવાર ધરાવતા પુરુષોને કિન્નરોના કપડા પહેરાવી રાજકોટની ભાગોળે આવેલા હાઈવે પર ગેરકાયદેસર ઉઘરાણા કરાવતા હોવાની રજૂઆત કરી છે અને નકલી વ્યંઢળો અને પ્રેમી પંખીડા વચ્ચે પબ્લીક પાસેથી ગેરકાયદેસર કરવામાં આવેલા ઉઘરાણાની રકમમાંથી 50-50 ટકાની રકમનો ભાગ પાડી લેવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement