ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સયાજી હોટેલની સામે જીમ સંચાલકની કારનો કાચ ફોડી રૂા.1.40 લાખની તફડંચી

05:37 PM Feb 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં યોજાયેલી એક મિટિંગમાં ગયેલા જીમ સંચાલકની પાર્ક કરેલી કારનો કાચ તોડી ગઠિયાએ રૂૂપિયા 1.40 લાખની તફડંચી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
કાલાવડ રોડ પર રૂૂડાનગર-3 શેરી નં.-2 કોર્નર ઇસ્કોન મંદિરની પાછળ રહેતા મયુરભાઇ હરેશભાઈ સાવલીયા(પટેલ)(ઉ.વ.28)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ નાના મવા રોડ ઉપર વાયનોટ નામનુ જીમ ચલાવી મારૂૂ તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું.ગઇકાલ તા.22 ના સાંજના હુ મારી કાર લઇને મારા ઘરેથી આવ્યો અને સયાજી હોટેલમા આઇ.પી.ઓ.ની મિટિંગ હોય જેથી મારી ગાડી સયાજી હોટેલની સામે રોડ ઉપર પાર્ક કરીને ચારેક વાગ્યે સયાજી હોટેલમા મિટિંગ માટે ગયેલા રાત્રીના આશરે દશેક વાગયાની આસપાસ મિટિંગ પુરી કરીને મારી પાર્ક કરેલી ગાડી પાસે આવતા મને જોવા મળેલ કે મારી કારનો ખાલી સાઇડ નો આગળનો કાચ ટુટેલો હતો.

Advertisement

તેમજ અંદર જોતા ગાડીમા રાખેલ થેલામા મે જોતા મારા જીમના ધંધાના રોકડા એક લાખ ચાલીસ હજાર પુરા હતા તે થેલામા જોવામા આવેલ નહીં તેમજ ગાડીમાં પણ રૂૂ.1500ની નુકશાની કરી હતી.આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા હેડકોન્સ્ટેબલ બી.આર.વસાણી અને સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી છે. આ તપાસમાં સીસીટીવી ફુટેજમાં બે શખ્સો દેખાયા હતાં.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsSayaji Hotel
Advertisement
Advertisement