For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂની હાટડીઓ સામે સાંસદ ગેનીબેન મેદાનમાં, જનતા રેડની આપી ચીમકી

03:45 PM Jul 15, 2024 IST | admin
દારૂની હાટડીઓ સામે સાંસદ ગેનીબેન મેદાનમાં  જનતા રેડની આપી ચીમકી

તંત્રએ હાઇવે પર દારૂના 20 સ્ટેન્ડ આપ્યાનો આરોપ

Advertisement

ગાંધીનું ગુજરાત દારુબંધી વાળુ ગુજરાત છે, પરંતુ આ માત્ર કાગળ પર જ દેખાય છે. તાજેતરમાં જ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડેહાથે લીધી છે. જિલ્લામાં હાઇવે પર કેટલાક લોકોને દારૂૂની પરમીટ અને સ્ટેન્ડ મળ્યા છે, જેના વિરોધમાં હવે ગેનીબેને હૂંકાર કર્યો છે, અને કહ્યું છે કે, આગામી દિવસોમાં આ મુદ્દે મોટી ઝૂંબેશ કરવામાં આવશે. અને ચેકપોસ્ટો ઉપર પણ જનતારેડ કરવામા આવશે.

રાજયમાં ઠેર ઠેર દારૂૂની હાટડીઓ ખુલી રહી છે, અને આ મામલે રાજ્ય સરકાર કોઇ એક્શન ના લેતી હોવાનો ખુદ સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમને સરકાર અને તંત્ર ઉપર મોટો આરોપ લગાવ્યો છે. તેમને આરોપ લગાવતા કહ્યું છે કે, હાઇવે પર દારૂૂના 20 સ્ટેન્ડ અપાયા છે. એક પછી એક ખુલી રહેલા દારૂૂના સ્ટેન્ડ મુદ્દે ગેનીબેને હૂંકાર કરતાં કહ્યું છે કે, જેમને દારૂૂના સ્ટેન્ડ મળ્યા છે તે ચેતી જજો, કોઇને બરબાદ કરવાથી ભગવાન તમને રાજી નહીં રહેવા દે. તેમને વધુમાં ચિમકી આપતા કહ્યું કે, દારૂૂના સ્ટેન્ડ બાબતે આગામી દિવસોમાં ચેકપોસ્ટ પર જઇને મોટી ઝૂંબેશ પણ ચલાવાશે.

Advertisement

આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો, અને બનાસકાંઠામાં પહેલીવાર માહિલા સાંસદ મળ્યા. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. જેનાથી ભાજપનો વિજયરથ અટકી ગયો અને ગુજરાતમાં ક્લિન સ્વિપનું સપનું પણ રોળાયું. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી પરાજિત કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement