રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પડ્યો, ઠેર ઠેર માંડવાઓ ધ્વસ્ત

01:06 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ બદલાયેલા વાતાવરણ વચ્ચે સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે ઠેર ઠેર ભારે ખાના ખરાબી ફરિયાદ દ્રશ્યો સર્જાયા હતા.ખંભાળિયા તાલુકાના સુતારીયા તથા મોટી ખોખરી ગામે પણ આજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પવનનું જોર હોવાના કારણે આજરોજ અનેક પરિવારોમાં લેવામાં આવેલા લગ્ન તેમજ આને અનુલક્ષીને વિવિધ પ્રસંગોના રંગમાં ભંગ પડ્યો હતો. ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા માંડવા ધ્વસ્ત થયા હતા.

Advertisement

આટલું જ નહીં, લગ્ન સ્થળોએ વરસાદી પાણી પરિવર્તન મારે હાલાકીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ, વણનોતર્યા મહેમાન એવા મેઘરાજાના આ કમોસમી માવઠાના કારણે ધરતીપુત્રો સાથે લગ્ન પ્રસંગ ધરાવતા પરિવારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsrain
Advertisement
Next Article
Advertisement