વડિયાના દેવળકીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી યુવકે ઝેર પીધું
લોધિકાના ખીરસરામાં યુવાને મગજ ભમતા એસિડ ગટગટાવ્યું
વડિયા તાલુકાના દેવળકી ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વડિયા તાલુકાના દેવળકી ગામે રહેતા કડવાભાઈની વાડીએ ખેતમજુરી કરતા ગણેશ ઈડાભાઈ નાવડે નામનો 20 વર્ષનો યુવાન બપોરના 2:30 વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ગણેશ નાવડે મુળ મધ્યપ્રધેશનો વતની છે એન ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ છે. ગણેશ નાવડેને સંતાનમાં એક પુત્રી છે.
ગણેશ નાવડેએ દારૂના નશામાં પત્ની સુનીતાબેન સાથે ઝઘડો કરી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં લોધીકાના ખીરસરા ગામે રહેતા ભરતભાઈ મનસુખભાઈ રત્નોતર ઉ.વ.26 સાંજના 8 વાગ્યાના અરસામાં લોધીકાના મેટોડા જીઆઈડીસીમાં હતો ત્યારે મગજ ભમતા એસીડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.