For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડીનાર તાલુકાના દેવળી દેદાજી ગામે 700 વીઘા ગૌચર પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર

11:36 AM Aug 21, 2024 IST | admin
કોડીનાર તાલુકાના દેવળી દેદાજી ગામે 700 વીઘા ગૌચર પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર

ઊભા શેરડીના પાકમાં ગોવાળોએ પશુ ચરાવ્યા

Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં મા ફરી એક વખત જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા એ દબાણો પર લાલ આંખ કરી છે અને હવે ગાયો ના ગૌચરણ પર દબાણ કરનારા સામે કાયદાની લગામ ઉગામી છે. પહેલા ગીર ગઢડા ના જુના ઉગલા ગામે 700 વિઘા ગોચરણ ની જમીન પર બુલડોઝર ફર્યું તો આજે કોડીનાર ના દેદાની દેવળી ગામે 4 જેસીબી મશીનો સાથે તંત્ર ની ટિમ પહોંચી અને ગોચરણ મા નાળિયેરી ના ઉભા પાક ને જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે હવે કોડીનાર ઉના હાઉવે પર ની ગોચરણ ની જમીનો જે એક સમયે ગાયો ચરતી એ જમીન પર દાયકાઓ થી સ્થાનિક ખેડુતો કબજો કર્યો હતો. જેમાં શેરડી નું વાવેતર કરવામાં આવ્યું હતું .

જ્યાં પણ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર સાથે ટીડીઓ ની ટિમ ત્રાટકી અને શેરડી ના પાક ને તહસ નહસ કર્યો તો ગોવાળો ગાયો અને ભેસો સાથે અહીં પહોંચ્યા અને શેરડીના ઉભા પક મા પશુઓ ને ચરવા પુરી દીધા. આ એજ જમીનો છે જે ગાયો ની હતી જેના પર કબજો થઈ ચૂક્યો હતો અને જયાંથી ગાયોને હાંકી કઢાતી હતી પરંતુ સમય બદલ્યો અને કલેકટર ડિડી જાડેજાની નિયુક્તિ થઈ અને હવે ગાયો ને ન્યાય મળ્યો, તેમને તેનો હક મળ્યો. જોકે હજુ પણ કોડીનારના ઘાંટવડ, શેઢાયા, મિતિયાજ સહીત તાલુકાના મોટા ભાગના ગામોમાં ગૌચરણ ના દબાણો છે અને હવે કલેકટર નું બુલડોઝર એક પછી એક ગામ માં ફરવાના ભણકારા વાગી રહ્યા છે. ગામ લોકો માંગ કરી રહ્યા છે કે ગામો ના ગોચરણ ફરી એક વખત ખુલ્લા થાય અને ગાયો ને ફરી ચરણ મળી રહે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement