For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાંગના વઘઈમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

02:20 PM Sep 02, 2024 IST | Bhumika
ડાંગના વઘઈમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી  4 કલાકમાં 6 ઇંચ વરસાદ  નદીઓમાં ઘોડાપૂર
Advertisement

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરુ કરી છે. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. બીજી તરફ આહવામાં 3.5 ઇંચ અને સુબીરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપુર આવ્યુ છે. અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્રણેય નદીમાં પાણીની ભારે આવક થતા નવસારીમાં પૂરની સંભાવના છે.

Advertisement

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તાપી જિલ્લા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ડોલવણથી પસાર થતી ઓલણ નદીની જળસપાટી વધી હતી. નદી પરના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પંચોલ, પીઠાદરા સહિતના ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement