For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ ઇલેક્શન મોડમાં, ચૂંટણી સમિતિની રચના

11:26 AM Dec 09, 2023 IST | Sejal barot
કોંગ્રેસ ઇલેક્શન મોડમાં  ચૂંટણી સમિતિની રચના

ગુજરાતમાં ધારાસભાની ચુંટણીમાં રકાસ બાદ આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ એકશનમાં આવ્યા છે અને શહેર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો કરવા કવાયત શરૂ કરી છે અને આજે દશ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે ધોરાજી ઉપલેટાના પુર્વ ધારાસભ્ય લલીત વસોયાને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પુર્વ કોર્પોરેટર અતુલ રાજાણીની નિમણુંક થઇ રહ્યાની જોરદાર ચર્ચા છે.
આ સિવાય જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરત અમીપરા, અમરેલીમાં પ્રતાપ દુધાસ, અમદાવાદમાં હિમાંશુ પટેલ, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, આણંદમાં વિનુભાઇ સોલંકી, વડોદરામાં જશપાલસિંહ પઢીયાર, નર્મદામાં પ્રફુલ પટેલ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણુંક કરવામાં આવી છે.
કોંગ્રેસના જિલ્લા સંગઠનમાં ફેરફાર કરવા ઉપરાંત આગામી લોકસભાની ચુંટણી ધ્યાને રાખીને કોંગ્રેસના 40 સિનિયર સભ્યોની ઇલેકશન કમીટીની પણ રચના કરવામાં આવી છે. આ કમીટીમાં ગુજરાત કોંગ્રેસના પ્રથમ હરોળના તમામ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

પોલિટિકલ અફેર્સ કમિટી

કોંગ્રેસની પ્રદેશ પોલીટીકલ અફેર્સ કમીટીમાં એઆઇસીસીના જનરલ સેક્રેટરીને ચેરમેન બનાવવામાં આવ્યા છે. જયારે ક્ધવીનર તરીકે શકિતસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, ડો.અમી યાજ્ઞીક, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર, તુષાર ચૌધરી, લાલજી દેસાઇ, જાવેદર પિરજાદા, નારાણભાઇ રાઠોડ અને સુખરામ રાઠવાની સભ્ય તરીકે નિમણુંક કરાઇ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement