રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોમર્સિયલ મિલકતોમાં વેરો બાકી હશે તો સીલિંગની સાથે નળ જોડાણ પણ કપાશે

05:13 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝૂંબેશ અંતગર્ત કોમર્શિયલ મિલ્કતોમાં સીલીંગની સાથે નળ જોડાણો કાપવાનો શરૂ કરી આજે બે નળ કનેક્શન કર્યા હતા. તેમજ બાકીદારોને 26 મિલકત સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ આપી સ્થળ ઉપર રૂા.58.37 લાખની વેરા વસુલાત કરી હતી.વેરા વિભાગ દ્વારા મોરબી રોડ પર આવેલ શ્રી શક્તિ પાર્ક માં 1-યુનીટની નોટીસ સામે રિકવરી રૂૂ .37,370/-, કુવાડવા રોડ પર આવેલ ચાંદની પાર્કમાં ડીઝલ ઓટો કોર્પોરેશન નાં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ .60,000/-, મોરબી રોડ પર આવેલ મારૂૂતિ નગર શોપ નં.102 માં સીલ મારેલ., સંતકબીર રોડ પર આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષ્ શોપ નં -3 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ .4.48 લાખ., ચંપક નગર માં સુરભી કોમ્પ્લેક્ષ્ માં હોટલ કુબેર માં બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.29 લાખ., સંત કબીર રોડ પર આવેલ શિવાલય કોમ્પ્લેક્ષ્ થર્ડ ફ્લોર શોપ નં-303 ને સીલ મારેલ ., ગોંડલ રોડ પર આવેલ શિવાલીક-5 થર્ડ ફ્લોર ઓફીસનં -3ને નોટીસ સામે રિકવરી રૂૂ.1.07 લાખ., યાજ્ઞિક રોડ પર આવેલ હીરા પન્ના કોમ્પ્લેક્ષ્ એલ/જી 12 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.72 લાખ., જયરાજ પ્લોટ મેઈન રોડ ના 1-યુનીટ ને સીલ મારેલ., હતુ.

Advertisement

વેરા વિભાગ દ્વારા દિગ્વિજય મેઈન રોડ પર આવેલ સાલીગ્રામ એપાર્મેન્ટ શ્રી માધવ યુનીટ નં -1 ગ્રાઉન્ડ ટુ થર્ડ ફ્લોર 1-યુનીટ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.05 લાખ., સોની બજર માં આવેલ અમૃતવિલા ની નોટીસ સામે રીકવરી રૂૂ.1.3 લાખ., દીવાનપરા શેરી નં -10 માં શોપ નં-107 ના બાકી માંગના સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.50 લાખ., સરદાર નગર વેસ્ટ વિનોદ નિવાસ શેરી નં.4 માં 1- યુનીટ ના બાકી માંગણા સામે સીલ મારેલ., યાજ્ઞિક રોડ હીરાપન્ના કોમ્પલેક્ષમાં 1- યુનીટ નોટીસ સામે રીકવરી રૂૂ.40,000/-, યાજ્ઞિક રોડ હીરાપન્ના કોમ્પલેક્ષમાં શોપ નં.113 ને સીલ મારેલ., યાજ્ઞિક રોડ હીરાપન્ના કોમ્પલેક્ષના 1-યુનીટ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.37,530/-, કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement