ભાવનગરમાં પોલીસ જમાદાર વતી રૂા. 50 હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો
ભાવનગર માં બહેને કરેલી અરજીમાં હેરાન નહીં કરવા બદલ ભાઈ પાસેથી 70 હજારની લાંચ માંગી ગૂગલ પેથી 20 હજાર એડવાન્સ લઈ બાકીની રૂૂ. 50 હજારની લાંચ લેતાં પોલીસ હેડ તફ કોસ્ટેબલ નો વચેટીયો લાંચ રૂૂશ્વત વિભાગના અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેમના ભાઈ વિરૂૂદ્ધ અરજી કરી હતી. જેના પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદ્દમસિંહ જેતાવતે અરજીના મામલે યુવકને જવાબ લખાવી જવા બોલાવ્યો હતો. જો કે, દરમિયાનમાં ભાઈ-બહેન વચ્ચે સમાધાન થઈ જવા છતાં હેડ કોન્સ્ટેબલે યુવકને ધમકી આપી તેમની વિરૂૂદ્ધ ગુન્હો દાખવ કરવાનું કહી હેરાન કર્યો હતો. અને અરજીના મામલે હેરાનગતિ સહન ન કરવી હોય તો પતાવટ પેટે રૂૂ.70 હજારની લાંચ માંગી હતી. જે તે વખતે યુવકે દબાણમાં આવી તેમના ભાઈ મારફતે ગૂગલ પે મારફતે હેડ કોન્સ્ટેબલને રૂૂ.20 હજાર આપ્યા હતા. જયારે, બાકીના રૂૂ.50 હજાર માટે હેડ કોન્સ્ટેબલનો વચેટિયો વહિવટદાર જિતેન્દ્ર અરવિંદભાઈ દવે યુવક પાસે ઉઘરાણી કરતો હતો. જેનાથી કંટાળી યુવકે લાંચ રૂૂશ્વત કચેરીને જાણ કરી ફરિયાદ કરી હતી. જેના પગલે કચેરીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું.
દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ વતી વચેટીઓ જીતેન્દ્ર શહેરના નિલમબાગ સર્કલે યુવક પાસેથી લાંચની રકમ લેવા આવ્યો હતો. જયાં યુવક પાસેથી લાંચ પેટે રૂૂ. 50 હજાર સ્વીકાર્યા કે તુરંત જ અમદાવાદ લાંચ રૂૂશ્વત કચેરીના પીઆઈ બારોટ અને તેમની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. અને તેની વિરૂૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.