અમરગઢ ભીચરીમાં મહિલાઓની હાજરીમાં ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધની ધોલઘપાટ
આરોપી સામે ઈજાગ્રસ્ત વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી
કુવાડવા વિસ્તારમાં આવેલ અમરગઢ ભીચરી ગામમાં એક શખ્સ જાહેરમાં મહિલાઓની હાજરીમાં ગાળો બોલતો હોય તેમને ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધ પર હુમલો કરી ડોલ વડે માર માર્યો હતો.
ત્યાર બાદ ઘવાયેલા વૃદ્ધએ હોસ્પિટલે સારવાર લીધા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ મળતી માહિતી મુજબ, અમરગઢ ભીચરી ગામે રહેતા ગીનાભાઈ ખોડાભાઈ ડાંગર (આહિર) (ઉ.વ.45)એ તેમની ફરિયાદમાં નિરો હુંબલનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગીગાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે નિવૃત્ત જીવન જીવે ચે. ગઈકાલે સાંજના સમયે ગામના પાદરે પત્ની સાથે હતા ત્યારે ગામમાં રહેતો નિરો હુંબલ ત્યાં આવ્યો અને ગાળો બોલતો હોય જેથી તેમને મહિલાઓની હાજરીમાં ગાળો નહીં બોલવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાં દેકારો થતાં આજુબાજુના લોકો આવી જતાં આરોપી ત્યાંથી ફરાર થયો હતો. આ અંગે કુવાડવા પોલીસે કાર્યવાહી કરી હતી.