રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરમાં વણસેલી ટ્રાફિક વ્યવસ્થા સુધારો

04:45 PM Aug 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેર મેગાસિટીની હરણફાળ તરફ આગળ વધતું શહેર બની ચૂક્યું છે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે. દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે રસ્તા ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ રહે છે કલાકો સુધી ઈમરજન્સી વાહનોને પણ અવાર-જવરમાં મુશ્કેલી પડે છે શહેરની અતિ વિકટ ટ્રાફિક સમસ્યાનું હલ તંત્ર પાસે હોય તેવું લાગતું જ નથી સમગ્ર શહેરનું ટ્રાફિક પોલીસ તંત્ર ટ્રાફિક બ્રિગેડોના હવાલે હોય તેવો તાલ છે. ભીડ ભાડ વાળા ટ્રાફિક પોઇન્ટ થી દૂર ઊભા રહીને પોલીસમેન અને ટ્રાફિક વોર્ડન પોતાના મોબાઈલમાં ગેમ રમતા હોય છે અથવા વાતોમા મશગુલ હોય છે. શહેરના હોસ્પિટલ ચોક, સાઢિયા પુલ ડાઈવરજન, ઢેબર રોડ, મકકમ ચોક, ગોંડલ રોડ, કિશાનપરા ચોક, નાણાંવટી ચોક, એસ્ટ્રોન ચોક, સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે દાસીજીવણપરા પાસે મહાનગર પાલિકા પાસેનો ચોક, એસ.ટી બસ પોર્ટ આગળ તેમજ એસ ટી બસ પોર્ટની પાછળ કનક રોડ, 150 ફૂટના રીંગ રોડ, કાલાવડ રોડ પર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે જેમાંના કેટલાક પોઇન્ટ પર મુસાફરોની હેરફેર કરતા ગેરકાયદેસર વાહનો અડીંગો જમાવે છે જે પગલે પણ ટ્રાફિક જામ થાય છે. રીંગરોડ બે એસઆરપી ક્વાર્ટર પાસે જામનગરથી આવતો રસ્તો તથા ઘટેશ્વર એસઆરપી આવતો રસ્તો વચ્ચે પોલીસના નામની આડશ મૂકવી જેથી આવતા વાહનો ફરજિયાત ધીમા પડે અને આ સ્થળે અકસ્માત ટાળી શકાય ટ્રાફિક બ્રિગેડના વોર્ડનો ટ્રાફિક નિયમનને બદલે સીટબેલ્ટ બાંધેલ છે કે કેમ અને હેલ્મેટ પહેર્યું છે કે કેમ અને નંબર પ્લેટ યોગ્ય છે કે કેમ તે અંગેની ચકાસણી કરી ટ્રાફિકના વાહનો રોકતા નજરે પડે છે. હાલ ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન કથળી રહી છે દંડ અને મેમા દ્વારા પ્રજાને લુટવામાં આવી રહી છે.

જાન્યુઆરી 2023થી જુલાઈ 2024 સુધીના આઇવે પ્રોજેકટ હેઠળના સી.સી.ટીવી કેમેરામાં 360043450 પોલીસ કમિશનર કચેરી અને રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલનના અભાવે શહેરના રાજમાર્ગો પર સફેદ કે પીળા પટ્ટા લગાવવામાં આવતા નથી અને પટ્ટા લાગેલ ન હોવાને પગલે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ આડેધડ મન ફાવે ત્યાંથી મન પડે તે પ્રકારે વાહનો ડીટેઇન કરી દંડનીય કાર્યવાહી કરે છે જે ગેરકાયદેસર અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધની છે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા પણ વાહનોમાં ઇન્ડિકેટર અને અન્ય નુકસાની વાહન ચાલકોને થતી જોવા મળે છે અને મહિલાઓ, સિનિયર સિટીઝનો સામે આવા કોન્ટ્રાકટરનુ બેહુદુ અને ઉદ્ધતાઈપૂર્વક વર્તન પણ જોવા મળે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થાના સુધારવા અતુલ રાજાણી (પ્રમુખ રાજકોટ શહેર કોંગે્રસ સમિતિ) તેમજ ડો.દેમાંગ વસાવડા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, ધરમભાઇ કાંબલીયા અને મેઘજીભાઇ રાઠોડ એ માંગ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstraffic congestion
Advertisement
Next Article
Advertisement