For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરણ 10ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર: ધો. 10ની પરીક્ષાને લઇ ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો, હવે આ તારીખ સુધી ફોર્મ ભરાશે

10:48 AM Dec 12, 2023 IST | Bhumika
ધોરણ 10ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર  ધો  10ની પરીક્ષાને લઇ ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો  હવે આ તારીખ સુધી ફોર્મ ભરાશે

Advertisement

ધોરણ 10ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કર્યો છે. એટલે કે તારીખ લંબાવી દેવાઇ આવી ધો. 10ની પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દત સોમવારે પૂર્ણ થઇ ગયા બાદ હવે બોર્ડ દ્વારા મુદ્દત લંબાવાઇ આવી છે. એટલે કે આજથી લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જેમાં 2 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારાશે.

3 તબક્કામાં લેઇટ ફી સાથે થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન

Advertisement

આ ઉપરાંત માહિતીમાં પણ સુધારો કરી શકાશે. જેમાં પ્રથમ તબક્કામાં 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રૂ. 250 લેઇટ ફી સાથે ફોર્મ ભરાશે . ત્યાર બાદ 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રૂ. 300ની લેઇટ ફી સાથે ફોર્મ ભરાશે. અને ત્રીજા તબક્કામાં 2 જાન્યુઆરીના રોજ રૂ. 350ની લેટ ફી સાથે ફોર્મ ભરવામાં આવશે. છેલ્લી તારીખ 2 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીની માહિતીમાં કોઇપણ સમયે શાળા કક્ષાએથી સુધારા કરી શકાશે. જે માટે અલગથી કોઇ જ ફી લેવામાં આવશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement