કો.સાંગાણી તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં આગ લાગવાથી અગત્યની ફાઇલો બળીને ખાખ
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી કે ભ્રષ્ટાચાર છૂપાવવાનું કાવતરૂ! પોલીસે તપાસ હાથ ધરી
કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરીમા બાંધકામ કચેરીમા સોટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ હોવા નુ જાણવા મળી રહ્યું છે રાત્રીના સમયે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે જેમાં આગ લાગતાં બે કોમ્પ્યુટર અને પ્રિન્ટેડ ત્રણ અને એબી મેજર બુક બે બરીને ખાખ થઈ ગઈ હોય નું જાણામળેલ આ તાલુકા પંચાયત વીભાગમા આવતી બાંધકામ કચેરીમા સોટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે કોટડાસાંગાણી તાલુકાના દરેક ગ્રામ પંચાયત કચેરીના વિકાસના કામો માટેની આ બાંધકામ શાખામાં કરવામાં આવે છે તેમાં 15 માં નાણાપંચના વિકાસના કામો કરવામાં આવે છે જેમાં તાલુકા પંચાયત કચેરીના વિભાગ બાંધકામ શાખામાં આવે છે અને મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે બે કોમ્પ્યુટર અને ત્રણ પ્રિન્ટર અને બે મેજર બુક બરીને ખાખ થયેલ છે અને શાખામાં બીજું ઘણું બધું સાહિત્ય પણ હતું તેમાં કોઈ પણ જાતનો નુકસાન થયેલ નથી આ બાંધકામ શાખામાં તાલુકામાં વિકાસ કામોમાં અગત્યના કાગરો અને ફાઈલો અને જે કાગડોના પોટલા બાંધેલા છે તે પણ આબાદ રીતે બચાવ થયેલ છે.
કોમ્પ્યુટર ની કિંમત અંદાજિત 52, 500 અને તો પ્રિન્ટર તેની કિંમત અંદાજિત 48,000 હજાર રૂૂપિયા જેવી કીંમત થાય છે જેમાં મેજર બુક મોટા માંડવા ગ્રામ પંચાયતના વિકાસના કામોની હોવાનું જાણવા મળી રહ્યું છે અને બીજી લેઝર બુક થોરડીની ગ્રામ પંચાયત મેજર બુક હોવાનો જાણવા મળેલ જે બંને બુકમાં વિકાસના કામો કરવામાં આવતા હોય તેનું માપ સાઈઝ લખવામાં આવતું હોય છે તેમાં બંને મેજર બુક બળીને ખાખ થયેલ છે જેમાં આ બાંધકામ શાખામાં આગનું કારણ હાલમાં એવું જાણવામાં મળેલ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હતી કે કોઈ કાવતરું છે કોઈ ભ્રષ્ટાચાર છુપાવવાનું કે શોર્ટ સર્કિટ તે પણ એક સવાલ ઊભો થાય છે અને વધુ તપાસ માટે એફ એસ એલની ટીમ તપાસ કરવામાં આવશે ત્યારબાદ કારણ જાણવા મળશે ખરેખર આગ છે તે અથવા કાવતરું કરવામાં આવેલ છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયેલ જે તાલુકા મથકની કચેરીમાં ખરેખર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે .પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને એફએસએલ ને પણ જાણ કરવામાં આવી છે અને એફએસએલની પણ તપાસ કરવામાં આવશે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.