રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ગુજરાતનાં બાળકોને અપાશે ભગવદગીતાનું જ્ઞાન, ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેર કર્યો અભ્યાસક્રમ

02:28 PM Dec 22, 2023 IST | Bhumika
Advertisement

આજે ગીતા જયંતીના અવસર પર ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન બાળકોને મળે તે માટે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી તમામ સરકારી શાળામાં 6થી12 ધોરણમાં ભગવત ગીતા ભણાવવામા આવશે. ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યુ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. શ્રીમદભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી12માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવામાં આવશે. 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે.

Advertisement

ઉલ્લેખનિય છે કે, ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે.

Tags :
Bhagwat GitaCurriculumeducationEducationalGeeta Jayantigujaratgujarat news
Advertisement
Next Article
Advertisement