ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાર્થી એર કંપનીના સ્ટાફની બેદરકારીથી ફ્લાઇટ ચૂક્યા: 25 લાખના વળતરની માગણી
ફ્લાઇટ ચૂકી જતાં ટિકિટનાં રૂા.17 હજાર ભોગવવા પડયા, મુંબઇ ખાતેની ધંધાની ડીલમાં હાજર ન રહેતા મોટું આર્થિક નુકસાન થયું
ઉપલેટા રહેતા અને નામાંકિત શ્રીપદ ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ પ્રા.લી.કંપનીમાં મેનેજીંગ ડીરેક્ટર પદ રહેલા મીનાબેન જેઠલાલ ઠાકોરને મુંબઇ કામ અર્થે ડીલ હોય જેઓ અમદાવાદ એરપોર્ટ પર સમયસર પહોંચ્યા પરંતુ એરપોર્ટ પરની એસએનવી એવિએશન પ્રા.લી.નામની કંપની હેઠળ કાર્યત આકાશાએરના જવાબદાર મેનેજર અને સીઇઓની બેદરકારીને કારણે મીનાબેન ફ્લાઇટ ચૂકી ગયા હતા અને તેઓને બીજી ટીકીટ માટે નાણા આપવા પડ્યા હતા. મુંબઇની ધંધાની-ડીલમાં હાજર નહી રહેતા આર્થિક નુકસાન થયુ હતું. જેથી મહિલા એમડી મીનાબેન ઠાકોરના એડવોકેટ દ્વારા અમદાવાદ એરપોર્ટની કંપની આકાશાના મેનેજર અને સીઇઓને 25 લાખનું વળતર ચૂકવવા માંગણી કરાઇ છે.
મળતી વિગતો મુજબ, ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ કંપનીના એમડી મીનાબેન ઠાકોર દ્વારા એડવોકેટ સરફરાજ પઠાણ મારફતે કરાયેલા અરજીમાં પશ્ર્ચિમ મુંબઇના ગણપત રાવ કદમ માર્ગ ઉર્મી એસ્ટેટ, ટાવરએ 12મો માળ 95, એસએનવી પ્રા.લી.હેઠળની આકાશા એરના સીઇઓ અને મેનેજરને બેદરકાર ઠેરવ્યા છે. અરજીમાં જણાવાયુ છે કે, એમડી મીનાબેન અને જયદેવભાઇને મુંબઇ ખાતે અગત્યની મીટિંગમાં એટેન્ડ થવાનું હોય. જેથી તા.8/7ના રોજની અમદાવાદ-મુંબઇની ફ્લાઇટમાં ટીકીટ બુક કરાવી હતી. જેથી અમદાવાદ પહોંચવા ઉપલેટાથી નીકળતા રાજકોટ-અમદાવાદ સીક્સલેન રોડનું કામ કાજ ચાલુ હોય અમદાવાદ પહોંચવા તકલીફ પહોંચી હતી. તેમજ 6:40 વાગ્યનાની ફ્લાઇટ હોય જેથી મીનાબેન 5:35 સુધીમાં એરપોર્ટ પર પહોંચી ગયા હતા. ત્યાં કાઉન્ટર પર તમે લેઇટ છો કહી બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં નહી આવતા તેઓ ફલાઇટ ચૂકી ગયા હતા. તેમજ તેઓને આ ટીકીટના નાણા વ્યર્થ ગયા હતા અને બીજા દીવસની ટીકીટ લેવી પડી હતી. મીનાબેનને મુંબઇની મીટિંગ એટેન્ડ ન કરતા મોટી નુકસાની ગઇ હતી. જેથી 17,236 ટીકીટનાં ,માનસિક-શારીરિક ત્રાસ અંગે રૂા.25 હજાર મળી કુલ 25,42,236 વાર્ષિક 18 ટકા લેખે વ્યાજ સહિત વળતરની માંગણી કરવામાં આવી હતી.