રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારે વરસાદમાં બંધ થયેલ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ

05:22 PM Sep 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ શહેરમાં ગત તા.24/08/2024થી સતત એક અઠવાડીયા સુધી વરસાદી માહોલને કારણે શહેરમાં અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ હોવા અંગે નાગરિકો દ્વારા ફરીયાદો આવેલ.જે અનુસંધાને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને રોશની વિભાગનાં ચેરમેન કાળુભાઇ કુગશીયાનાં માર્ગદર્શન અને વખતો વખતની સુચના હેઠળ રોશની વિભાગ દ્વારા સ્ટ્રીટલાઇટ સબંધી ફરીયાદોના ત્વરીત યોગ્ય નિરાકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

આ કામગીરી માટે રોશની શાખાનાં તમામ અધીકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મોડી રાત્રી સુધી ચાલુ વરસાદે કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ શહેરમાં ભયજનક વૃક્ષો/બીલ્ડીંગો માટે ગાર્ડન શાખા/બાંધકામ શાખાની સાથે રહી કામગીરી કરવામાં આવેલ. શહેરનાં મુખ્ય વિસ્તાર જેવા કે અંબીકા ટાઉનશીપ, મવડી વિસ્તાર, રૈયા, કોઠારીયા, રેલનગર, વાવડી, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા તથા આસપાસનાં વિસ્તારમાં પીજીવીસીએલ લગત ફોલ્ટ માટે જરૂૂરી સંકલન કરી ફરીયાદ નિવારણ અંગે સંયુકત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટલાઇટ રીપેરીંગ માટે લગત એજન્સી તથા તેઓની ટીમ સાથે સંકલન રાખી છુટક બંધ લાઇટો તાત્કાલીક ચાલુ કરવા સુચનાં આપવામાં આવેલ. જે અનુસંધાને આવેલ ફરીયાદો પૈકી મહતમ ફરીયાદોનો નિકાલ કરવામાં આવેલ.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsstreet lights
Advertisement
Next Article
Advertisement