For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈમિટેશનના વેપારીની ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે ધરપકડ

04:14 PM Aug 14, 2024 IST | admin
ઈમિટેશનના વેપારીની ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે ધરપકડ

ગાંધીનગર સાયબર ક્રાઈમના ટીપ લાઈન રિપોર્ટના આધારે રાજકોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Advertisement

ઈન્સ્ટાગ્રામ મારફતે ચાઈલ્ડ પોનોગ્રાફીના વિડિયો મોકલનાર ઈમીટેશનના વેપારી સામે રાજકોટ સાયબર ક્રાઈમે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે તેમજ તેનો ફોન કબજે કરી તપાસ કરતાં તેમાં ચાલઈલ્ડ પોનોગ્રાફીનાં વિડિયો અને ફોટો મળી આવ્યા હોય આ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના દુધસાગર રોડ પર શિવાજીનગરમાં રહેતા ઈમીટેશનના વેપારી આદિત્ય દિનેશ રોજાસરાના મોબાઈલમાંથી કેટલાક ચાઈલ્ડ પોનોગ્રાફીના વિડિયોની આપ-લે થઈ હોય આ બાબતે ગાંધીનગર સાયબર ક્રાઈમની ટીપ લાઈનમાં થયેલા રિપોર્ટને આધારે ગાંધીનગર સાયબર ક્રાઈમે આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમને જાણ કરી હતી.

સાયબર ક્રાઈમના પીઆઈ ઝણકાટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ સહિતના સ્ટાફે દુધસાગર રોડ પર શિવાજીનગરમાં રહેતા ઈમીટેશનના વેપારી આદિત્ય દિનેશ રોજાસરાને સકંજામાં લઈ તેની પુછ પરછ કર્યા બાદ તેનો મોબાઈલ ફોન ચેક કરતાં તેમાંથી ચાઈલ્ડ પોનોગ્રાફીને લગતાં ફોટો અને વિડિયો મળી આવ્યા હતાં. જેના કારણે સાયબર ક્રાઈમે તેની સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ચાઈલ્ડ પોનોગ્રાફીને લઈને સાયબર ક્રાઈમ ટીમ સક્રિય થઈ છે અને ગુજરાત સાયબર ક્રાઈમની ગાંધીનગર સ્થિત કચેરીમાં આવા ચાઈલ્ડ પોનોગ્રાફીને લગતાં ક્ધટેનની આપ લે કરનાર શખ્સો રડારમાં આવી ગયા બાદ જે તે શહેર કે વિસ્તારનાં પોલીસ મથકમાં તપાસ માટે હુકમ કરી કાર્યવાહી કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement