માધાપરમાં 300 મીટરમાં ગેરકાયદે ખડકાયેલુ કોમર્શિયલ બિલ્ડિંગ અને રહેણાંક મકાન તોડી પડાયુ
રાજકોટ શહેરમાં જનતાની ફરીયાદોના આધારે શરૂ કરવામાં આવેલી ગેરકાયદે બાંધકામો તોડવાની ઝુંબેશના ભાગરૂપે શહેરમાં નવા બનેલા માધાપર વિસ્તારમાં 18 મીટરના ટીપી રોડ ઉપર આવેલ 300 ચોરસ મીટર કોમર્શિયલ અને 200 ચોરસમીટર રહેણાંક મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ..
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એચ. આર. પટેલની સૂચના અનુસાર તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારપૈકી વોર્ડ નં.3મા ટી.પી.સ્કીમ નં.38/1(માધાપર) મા 18 મીટર ટી.પી.રોડ પર અંદાજે 300 ચો.મી. કોમર્શીયલ હેતુનુ ગેરકાયદેસર બાંધકામ અને ટી.પી.સ્કીમ નં.38/1(માધાપર) મા 21 મીટર ટી.પી.રોડ પર અંદાજે 200 ચો.મી. રહેણાક હેતુનુ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા આવેલ છે.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ,બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની શાખા, પર્યાવરણ શાખા, ફાયર બ્રીગેડ શાખા, સ્થળ પર હાજર રહેલતથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.