રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સટ્ટા માટે ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગ, અમદાવાદ સહિત 20 સ્થળે દરોડા

11:54 AM Aug 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ક્રિકેટ અને ફુટબોલ મેચના ગેરકાયદે લાઈવ સ્ટ્રીમીંગના નેટવર્ક ઉપર ડીરેકટર ઓફ એન્ફોર્સમેન્ટ (ઈડી) દ્વારા અમદાવાદ સહિત દેશના દિલ્હી, બેંગલુરૂ, લખનૌ, કોઈમ્બતુર સહિતના 20 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. ગેરકાયદે લાઈવ સ્ટ્રીપીંગનો સટ્ટબાજી માટે ઉપયોગ થતો હોવાનું અને ઠગાઈનું મોટુનેટવર્ક ચાલતું હોવાનું ઈડીની તપાસમાં બહાર આવ્યું છે. ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન દરમિયાન રૂા.2.30 કરોડની રકમ ઉપરાંત 12 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી સીઝ કરી છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાયેલ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વેબસાઇટ: https://magicwin.games/ A ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024નું અનધિકૃત રીતે streamed/broadcasted કર્યું હતું. ળફલશભૂશક્ષ એક એવી વેબસાઈટ કે એપ્લિકેશન છે જે કોઈપણ ઈન્ટરનેટ બ્રાઉઝર (મોબાઈલ, સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર વગેરે) સાથે જોડાયેલ છે, જેના દ્વારા કંપનીની પેઈડ ક્ધટેન્ટનું પ્રસારણ થાય છે અને દર્શકોને તેને મફતમાં જોવાની મંજૂરી આપે છે.

અમદાવાદમાં ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED), અમદાવાદ ઝોનલ ઑફિસે સાયબર ક્રાઈમ પોલીસ અમદાવાદના સહયોગથી દિલ્હી સહીત 20 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દેશમાં દિલ્હી NCR, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બતુરમાં મેજિકવિન અને અન્યના કેસમાં પ્રિવેન્શનની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાયેલ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વેબસાઇટ: https://magicwin.games/ A ICCએ મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024નું અનધિકૃત રીતે streamed/broadcasted કર્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ક્રિકેટ મેચોના પ્રસારણના અધિકારોStar India Pvt આપવામાં આવ્યા હતા. પરંતુ મેજીક વિન દ્વારા ગેરકાયદેસર રીતે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું.

magicwin એક એવી વેબસાઈટ કે એપ્લિકેશન છે જે કોઈપણ ઈન્ટરનેટ બ્રાઉઝર (મોબાઈલ, સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર વગેરે) સાથે જોડાયેલ છે, જેના દ્વારા કંપનીની પેઈડ ક્ધટેન્ટનું પ્રસારણ થાય છે અને દર્શકોને તેને મફતમાં જોવાની મંજૂરી આપે છે. સ્ટાર ઇન્ડિયાના પ્રતિનિધિ દાખલ કરાયેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે મેજિકવિને 07.06.2024ના રોજ કેનેડા વિ. આયર્લેન્ડ અને 09.06.2024ના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ક્રિકેટ મેચો https://ss47.live/ લિંક દ્વારા ગેરકાયદેસર રીતે પ્રસારિત કરી હતી. EDની તપાસમાં બહાર આવ્યું છે કે મેજિકવિન વેબસાઇટ લાઇવ ક્રિકેટ મેચો અને અન્ય રમતો પર સટ્ટાબાજી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે.

ICC મેન્સ ઝ20 વર્લ્ડ કપ 2024ની લાઇવ ક્રિકેટ મેચોનું પ્રસારણ કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી વિના હતું અને તે વેબસાઈટ કે એપ્લિકેશન થકી લોકો સાથે ઠગઈ કરવાનું કારસ્તાન હતું. ED અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સર્ચઓપરેશન દરમ્યાન રૂૂપિયા 2 કરોડ 30 લાખની રકમ સીઝ કરવા ઉપરાંત, અમુક ક્રિપ્ટો વોલેટની વિગતો મળી છે, જેમાં 12 કરોડ રૂૂપિયા ફ્રીઝ કરવા વિવિધ એક્સચેન્જને સૂચનાઓ આપવામાં આવી છે.

Tags :
Ahmedabadgujaratgujarat newsIllegal live streamingraidrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement