રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોટાદમાં નકલી દાગીનાને અસલી બનાવી દેતું ગેરકાયદે હોલમાર્કિંગ સેન્ટર ઝડપાયું

04:06 PM Mar 04, 2024 IST | admin
Advertisement

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા બોટાદ ખાતે નકલી હોલમાર્કીંગ સેન્ટર પકડી પાડવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારના બીઆઈએસ લાઈસનથી વગર ધમધમતા હોલ માર્કિંગ સેન્ટરમાં લેસર મશીન દ્વારા સોનાના ઘરેણા પર હોમગાર્ડીંગ કરવામા આવ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ ભારતીય માનક બ્યૂરોના રાજકોટ કાર્યાલય દ્ારા તા. 27-2ના રોજ બોટાદ ખાતે મેઈન બજારમાં, જૈન ભવન ગાંધી રોડ પર આવેલમાં લક્ષ્મી હોલ માર્કિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતાં. આ રેડ દરમિયાન સેન્ટર ખાતે વગર બીઆઈએસ લાઈસન્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ કરતા શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતાં. હોલમાર્કિંગ માટે આવેલું 6.5 ગ્રામ સોનું પણ જપ્ત કરવામા આવ્યું હતું. આ ઉપરાંત હોલમાર્કિંગ માટે વપરાતું લેઝર મશીન પણ જપ્ત કરાયું છે. બોટાદમાંથી નકલી હોલમાર્કિંગ સેન્ટર ઝડપાતા સોની વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.

Advertisement

Tags :
BotadBotad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement