કોટડાસાંગાણીના અરડોઈ ગામના માથાભારે શખ્સનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
અસામાજિક તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવા રાજય પોલીસ વડાની સુચના અન્વયે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સુચનાથી કાયર્વાહી
ગુજરાત રાજયમાં અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકના એજન્ડા અન્વયે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વિસ્તારમાં રહેતા ગુંડા અને અસામાજીક તત્વો સામે કાયવાહી કરવામાં આવી રહી છે.
જેમાં જિલ્લાના ગુનેગારોની તૈયાર કરેલી યાદીમાં બુટલેગર,જુગાર,શરીર સબંધીત તેમજ મિલકત સબંધીત ગુન્હા અચરનાર અને ગેરકાયદેસર માઇનીંગ સહિતની બાબતોમાં લીસ્ટેડ ગુનેગારના નામ સામે આવ્યા હતા.
આ યાદી બાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી અસામાજીક ગુંડા તત્વોની મિલ્કતોની ચકાસણી કરવામા આવેલ જેમાં વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી કોટડાસાગાણી ના અરડોઈ ગામના રામકુંભાઈ માજરીયાનું અનઅધિકૃત બાંધકામ જિલ્લા માર્ગ અને મકાન પેટા વિભાગરાજકોટ નાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડીમોલેશન કરવામાં આવેલ છે.