For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગામતળમાં ગેરકાયદેસર બાંધકામ ઇમ્પેક્ટ ફી થકી કાયદેસર કરી શકાશે

11:02 AM Aug 24, 2024 IST | admin
ગામતળમાં ગેરકાયદેસર બાંધકામ ઇમ્પેક્ટ ફી થકી કાયદેસર કરી શકાશે

બિનરહેણાંંક વપરાશ કરતા લોકો 4.5 FSI સુધીના બાંધકામ અને પાર્કિંગની જગ્યામાં સુધારો કરાયો, જન્માષ્ટમી પહેલાં મુખ્યમંત્રીનો નિર્ણય

Advertisement

રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો રેગ્યુલરાઈઝ કરવા માટે ઈમ્પેક્ટ ફીનો નિયમ અમલમાં મુક્યો છે જેમાં શહેરી વિસ્તારમાં સરકારના નિયમો મુજબ વધારાના બાંધકામનો કાયદેસર કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાર્કિંગ અને એફએસઆઈ મુદ્દે અનેક મુશ્કેલીઓ સર્જાતા ઈમ્પેક્ટ ફી કાયદાને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેની સામે ગ્રામ્ય વિસ્તારોમાં પણ થયેલા કોમર્શીયલ બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે છુટછાટો સાથે ઈમ્પેક્ટ ફી નિયમમમાં સમાવેશ કરવાની માંગ ઉઠી હતી. જેને સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે.

અને અમુક નિયમોમાં છુટછાટ આપી ગામતળ વિસ્તારના બિન રહેણાક, બિન અધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટો નિર્ણય લઈ આ અધિનિયમનો લાભ સૌકોઈ મેળવી શકે તે માટે ઈમ્પેક્ટ ફી કાયદાને વધુ સરળ બનાવી તેની અમલવારી કરવાની દરેક જિલ્લાની પાલિકાઓ અને મહાનગરપાલિકાને સુચના આપવામાં આવી છે.

Advertisement

મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022 ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

અગાઉ ખુટતા પાર્કીંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50 % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.

ઈમ્પેક્ટ ફી કાયદા હેઠળ ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવા માટે સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા હતાં. જેમાં ખાસ કરીને પાર્કિંગ અને એફએસઆઈમાં બાંધછોડ કરવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. હાલમાં 500 મીટરની હદમાં પાર્કિંગ આપવાની જોગવાઈ ફરજિયાત હતી તેમજ એફએસઆઈમાં ઓછી છૂટછાટ હતી જેમાં હવે છુટછાટ આપી કોમર્શીયલ બાંધકામમાં 4.5 એફએસઆઈ સુધી નિયમીત કરવાની અને 200 ચો.મી. કોમર્શીયલ તેમજ 1000 ચો.મી. રહેણાકના ખુટતા પાર્કિંગ માટે 500 મીટરના નિયમને રદ કરી કોઈપણ સ્થળે પાર્કિંગ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement