FIR કરવી હોય તો મારી સામે કરો, ખેડૂતોને હેરાન કરો નહીં
અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ GST અધિકારીઓને બરાબરના ખખડાવ્યા છે. અધિકારીઓની ક્લાસ લેતા સાંસદ ભરત સુતરીયાનો વીડિયો વાયરલ થયો છે. કપાસ લઇને આવતા ખેડૂતો પાસે GST અધિકારીઓએ ઊ-ફોર્મ માગતા સાંસદ ગુસ્સે થયા હતાં.
GST અધિકારીઓએ ખેડૂતોને અટકાવતા સાંસદે ઉધડો લીધો હતો. સાંસદે અધિકારીઓને ખખડાવી ખેડૂતોને હેરાન ન કરવા કહ્યું હતું. તેમણે GST અધિકારીઓને કહ્યું હતું કે, તમારે FIRકરવી હોય તો મારા ઉપર કરી દો પરંતુ ખેડૂતને હેરાન નહી કરવાનોથ, વધુમાં તેઓ કહે છે કે, સમજી લેજો આ ખેડૂત છે એટલે જ તમે અને હું છીએ એટલે સમજી લેજો આ ખેડૂત લોકોને હેરાન ન કરતાથ.
સાસંદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા GST અધિકારીઓ કહેવા લાગ્યા હતા કે, અમને ખબર ન હતી કે, આ ખેડૂતો છે. નોર્મલ માણસને પણ ખબર પડી જાય કે, કોણ ખેડૂત છે કોણ મજુર છે અને કોણ વેપારી છે. જો કે, આ સમગ્ર મામલાના અંતે ખેડૂતની ગાડી નીકળવા સાંસદ કહે છે. આમ ખેડૂત તેમની ગાંડી લઈને નીકળે છે અને મામલો થાળે પડે છે