ડિજિટલ અરેસ્ટનો કોલ આવે તો તમે પણ પુષ્પાની જેમ અડગ રહેજો
સાયબર ફ્રોડ અને દારૂ ઢીંચી ડ્રાઇવિંગ કરવા સામે રાજકોટ જેલની બહાર પેન્ટિંગ ઝુંબેશ
આમ તો જેલનુ નામ પડે એટલે લોકોને જેલની બેરેક યાદ આવે. રાજકોટ જેલની બહાર હવે લોકોમા ટ્રાફીક, સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામા સાવચેત રહેવા ચિત્રો દોરવામા આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતા રાજકોટ જેલની બહાર અને અંદર લોકોમા જાગૃતિ લાવવા માટે ચિત્રો દોરવામા આવ્યા છે. જેલમા જતા કેદીઓની જીંદગી બેરંગ બની જતી હોય છે ત્યારે ચિત્રકારોએ જેલની અંદર દિવાલો પર ચિત્રો દોરવામા આવ્યા હતા. તેમજ જેલની અંદર અને બહારની દિવાલો પર 100 જેટલા ચિત્રો દોરી ચિત્રકારોએ દિવાલો સુશોભિત કરી હતી.
હાલ ડીઝીટલ અરેસ્ટ મારફતે સૌથી વધુ છેતરપીંડી થઇ રહી છે. ત્યારે રાજકોટ જેલની બહાર એક સુંદર ચિત્ર બનાવવામા આવ્યુ હતુ જેમા લોકોને જાગૃત કરવા અંગે લખવામા આવ્યુ હતુ કે ડીઝીટલ અરેસ્ટ જેવો કોઇ કાયદો છે જ નહીં અને પોલીસ કયારેય કોઇને ડીઝીટલ અરેસ્ટ કરતી નથી. આ એક પ્રકારનુ ફ્રોડ છે. માટે પુષ્પાની જેમ તમે પણ આવા સાયબર ફ્રોડમા ફસાવતા લોકો સામે સાવચેત રહેજો. તેમજ અન્ય ચિત્રોમા દારૂ પીધા પછી ગાડી ચલાવવી નહીં. નહીં તો તમારો જીવ જોખમમા જઇ શકે છે. તેમજ માર્ગ પર ચાલતી વેળાએ કાનમા હેન્ડસફ્રી કે એરપોડ પહેરવા જોઇએ નહીં. આમ કરવાથી અકસ્માતનો ભોગ બની શકાય છે. આવા અલગ અલગ ચિત્રો ચિત્રકારો દ્વારા જેલની બહાર દોરી લોકોમા જાગૃતતા ફેલાવવામા આવી રહી છે.