રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

થૂંકતા, ગંદકી કરતા પકડાશો તો દંડ વેરા બિલમાં ચડી જશે !

05:34 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેર સ્વચ્છ બનાવવા માટે મનપાના પર્યાવરણ વિભાગ દ્વયારા અનેક પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જાહેરમાં થુંકતા તેમજ જાહેરમાં ગંદકી કરતા અને બોર્ડ-બેનરો મંજુરી વગર લગાવેલા હોય તે સહિતનાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.પરંતુ સ્થળ ઉપર આપેલ દંડની પાવતી મુજબની રકમ સમયસર જમા ન થતી હોવાથી અને ઈમેમો આપેલ હોય ત્યારે પણ દંડ જમા ન થતો હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ તમામ વિભાગના દંડનું વેરાવિભાગમાં ક્ધવટ કરી દેવામાં આવ્યું છે અને હવે કોઈ આસામી દંડની રકમ નિયત સમયમાં નહીં ભરે તો વેરાબીલમાં દંડની રકમ ચડત થઈ જશે તેમ જણાવ્યું છે.

Advertisement

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત શહેરને સ્વચ્છ બનાવવા માટે નવો નિયમ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. તેમજ જગ્યારોકાણ દ્વારા ફૂટપાથો ઉપરથી બોર્ડ-બેનર સહિતનો સામાન જપ્ત કરવામાં આવતો હોય છે. તેવી જ રીતે મંજુરી વગર લગાવવામાં આવેલા બોર્ડ-બેનરો જપ્ત કરાય છે અને દંડની પાઉતી આપવામાં આવતી હોય છે. અરજદાર સ્થળ ઉપર દંડ ભરપાઈ ન કરે ત્યારે નિયત સમયમાં દંડની રકમ ભરપાઈ કરવાની હોય છે. પરંતુ મોટાભાગના અરજદારો દંડની રકમ ભરતા ન હોય જગ્યારોકાણ વિભાગ દ્વારા રિકવરીનુંકામ કરવું અશક્ય બને છે. તેવી જ રીતે જાહેરમાં થુંકતા પકડાયેલા લોકોને ઈમેમો ઘરે પહોંચતો કરવામાં આવે છે. તેઓ પણ દંડની રકમ જમા કરાવતા નથી તેમજ અન્ય પ્રકારની ગંદકી કરતા લોકો પકડાય ત્યારે તેમને આપવામાં આવતું દંડનું ચલણ પણ નકામું બની જાય છે. આ પ્રકારના લોકો સમયસર દંડની રકમ ભરતા ન હોવાથી અને તેની રિકવરી પણ થઈ શકતી ન હોવાથી હવે વેરાવિભાગ દ્વારા એક નવો સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. તે મુજબ જગ્યારોકાણ વિભાગ અને પર્યાવરણ વિભાગ દ્વારા બાકી રહી ગયેલી દંડની રકમનું લીસ્ટ વેરાવિભાગને આપવામાં આવશે અને વેરાવિભાગ દ્વારા જે તે વ્યક્તિની દંડની બાકી રકમ તેમના વેરાબીલમાં ઉમેરી દેવામાં આવશે. આથી દંડની રકમ ન ભરનારની મિલ્કત સીલ થાય અથવા જપ્તીની નોટીસ અપાય ત્યારે સમગ્ર રકમ અરજદારે ભરપાઈ કરવાની રહેશે.

કમિશનરે વધુમાં જણાવેલ કે, શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપાએ જે અભિગમ અપનાવ્યો છે તે મુજબ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ દંડની રકમ ભરવામાંથી લોકો છટકી જાય છે તેના ઉપર બ્રેક લગાવવા માટે હવે ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગંદકીને લગતા તમામ પ્રકારના દંડની રકમ મિલ્કત વેરાબીલમાં ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની અમલવારી પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવસે. આથી હવે ગંદકી કરતા લોકો દંડ ભરવામાંથી છટકી શકશે નહીં.

મહાનગરપાલિકા અન્ય વિભાગની જેમ બોજો પાડશે
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની અસર દેખાય તે માટે ગંધારાઓને સબક શીખવાડવા દંડની રકમ મિલ્કતવેરાબીલમાં ચડત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અન્ય વિભાગોમાં પણ જુદા જુદા કામ માટે થતી કાર્યવાહી એક વિભાગને સોંપવામાં આવે ત્યારે બોજો પાડ્યો છે તેમ કહેવાય છે તેવી અમલવારી કોર્પોરેશન નિયમ મુજબ કરી શકતી નથી પરંતુ હવે સોફ્ટવેર તૈયાર કરી દંડની રકમ મિલ્કતવેરા બીલમાં ચડાવી તેની આખુ વર્ષ રિકવરી ઝુંબેશ ચલાવી શકશે અને અરજદારે જો સીલીંગથી અને જપ્તીથી બચવું હોય તો મિલ્કતવેરાની સાથો સાથ ગંદકી સબબ થયેલ દંડની રકમ પણ સાથે જમા કરાવવી પડશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement