For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'રસ્તા પર ઉતરીશું તો સરકારને ભારે પડશે' AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ચીમકી

12:16 PM Dec 14, 2023 IST | Bhumika
 રસ્તા પર ઉતરીશું તો સરકારને ભારે પડશે  aap ધારાસભ્ય ચૈતર વસાવાની ચીમકી

છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં ઉતરેલા ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થયા છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી હતાં ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. ત્યારે આજે ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. આ વચ્ચે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયાં પહેલા પોતાના કાર્યાલય પર પહોચ્યા હતા. અહી તેમણે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. અને કહ્યું હતું કે, હું આદિવાસી સમાજ માટે લડ્યો છું. હું ગુજરાતના શિક્ષિક યુવાનો, આદિવાસી માટે લડ્યો છું. હું શિક્ષણ, રોડ-રસ્તા અને આરોગ્ય માટે લડ્યો છું. મે સરકારના કૌભાંડો બહાર પાડ્યા, એટલે હેરાન કરાય છે. નકલી કચેરીઓ, ભ્રષ્ટાચારકાંડમાં ભાજપના નેતાઓ સામેલ છે. જંગલવિભાગ ચોરની જેમ રાત્રે આવી આદિવાસીઓને હેરાન કરે છે. મારી ઉપર જંગલ વિભાગે ખોટા કેસ કરાવ્યા છે.

Advertisement

તેમેને વધુમાં કહ્યું હતું કે ' 'રસ્તા પર ઉતરીશું તો સરકારને ભારે પડશે'.ત્યારે હજારોની સંખ્યામાં એકઠા થયેલા ચૈતર વસાવાના સમર્થકોએ તેમના સમર્થનમાં નારેબાજી કરી હતી. ચૈતર વસાવા જીંદાબાદના નારા લગાવ્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા ચૈતર વસાવાએ સમર્થકોને અપીલ કરી હતી. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ અદાલતે અરજી ફગાવી દેતા ધારાસભ્યને કોઈ માર્ગ નજરે ન પડતાં તેમેણ પોલીસ સમક્ષ હાજર થયાં. છેલ્લા 1 મહિના અને 9 દિવસથી ફરાર હતાં ચૈતર વસાવા. ત્યારે નર્મદા પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઢવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement