રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બે દિવસમાં કામ શરૂ નહીં કરે તો રોડ ઉપર દોડાવીશ, ધારાસભ્ય કોન્ટ્રાકટર પર લાલધૂમ

04:28 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

વડોદરા-વાઘોડિયાના રોડ કામમાં વિલંબ થતાં એમએલએ રોષે ભરાયા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાકટર અને અધિકારીનો ઉધડો લીધો હતો. એન 2 દિવસમાં કામ ચાલુ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. આ સાથે 2 દિવસમાં કામ શરું નહિ કરે તો રોડ પર દોડાવીશ તેવું પણ કહ્યું હતી. એમએલએ એ કહ્યું કે, આ રોડ પર અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તે ચલાવી ના લેવાય.
વડોદરા-વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રોડ કામમાં વિલંબને લઈ રોષે ભરાયા હતા. જેથી તેમણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉઘડો લીધો હતો. જ્યાં તેમણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે, તમે અત્યારે ને અત્યારે લખીને આપી દો. કામ ક્યારે ચાલુ કરીશ. કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઇએ, અને આ કામ જે કંઇ અધિકારીની રૂૂબરૂૂમાં તારે ચર્ચા કરવી હોય તે કરી લે, કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ પર હું તને દોડાવડાવીશ. બરોબર છે.

Advertisement

આ સાથે ધારાસભ્યને કોન્ટ્રાક્ટરને કહ્યું હતું કે, આ તને છેલ્લી વોર્નિંગ આપું છું. કારણ કે અહીંથી કેટલીય પબ્લિક નીકળે છે. 14 જણા આ રોડ પર મરી ગયા છે. તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના 2ના પાપના હિસાબે 14 માણસોએ જીવ ગુમાવ્યો છે. એટલે તને છેલ્લી વોર્નિંગ છે, કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દેજે, નહીં તો તારી સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. કાલે જો કામ ચાલુ ના કરે તો આના બ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ કરી દે.

Tags :
gujaratgujarat newsMLAVadodara-Waghodi road work
Advertisement
Next Article
Advertisement