રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાટકીઓના પગ ધ્રુજી જાય એવી દબંગાઇ તો પોલીસની હોવી જ જોઇએ

12:05 PM Oct 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભુજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગૌહત્યારાઓને પડકાર : ખાટકીઓ ગુજરાત છોડીને ભાગી જાય એ પ્રકારની પરિસ્થિતી ઉભી કરવા આહવાન

ખાટકીઓના પગ ધ્રૂજવા જોઈએ અને આ ખાટકીઓ ગુજરાત છોડીને ભાગી જાય ને એ પ્રકારની પરિસ્થિતી આપણે ઉભી કરવાની છે. ગૌ માતાની હત્યા આપણા રાજયની અંદર કયારે થાય નહીં ને એ પ્રકારની દબંગાઈ તો પોલીસની હોવી જ જોઈએ તેવું ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રીએ હર્ષ સંઘવીએ જણાવી ગૌ- હત્યારાઓને પડકાર ફેંકયો હતો. ખાટકીઓ કલાકોમાં ભાગી જાય તે માટે પોલીસ સ્ટેશનો દ્વારા એક પછી એક કોમ્બીંગ કરવી પડે ને રેડ કરવી પડે. કડક પગલાં ભરજો પણ આ લોકોને છોડતા નહીં. ગૌ- હત્યારાને છોડવો એ પણ એક પાપ છે તેમ ખુલ્લા સ્ટેજ પરથી ગૃહમંત્રીએ પોલીસને ગંભીરતાથી કામ લેવા કહ્યું હતું.

ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બાર્ડ દ્વારા ભુજ ખાતે નવ નિર્મિત રૂૂ.19 કરોડના 144 મકાનોનું લોકાર્પણ કર્યુ હતું.ઉપરાંત,ગૃહ રાજ્યમંત્રીએ કચ્છ જિલ્લા એસઆરપી ગ્રૂપ -16 ભચાઉ ખાતેના કક્ષા-બીના 72 આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસ.ટી. ડેપો વર્કશોપનું ઇ- ખાતમુહૂર્ત કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યમાં પ્રથમવાર ગાયના જતન માટે કચ્છ પોલીસે ગૌ-શાળાનું નિર્માણ કરવાનું બીડું ઝડપતા અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે ગુરૂૂ જન સેતુ યોજના શરૂૂ કરવા બદલ ર્બોર્ડર રેન્જ પોલીસને અભિનંદન પાઠવી આ યોજનાના માધ્યમથી સરહદી મહિલાઓ પોલીસને સહયોગ આપીને કામગીરી કરશે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે. તેમણે બોર્ડર રેન્જ કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાની મહિલાઓને સરહદી ગામમાં અસામાજિક તત્વો દ્વારા થતી અયોગ્ય પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપીને તેમના આંખ, કાન તથા હાથ બની તમામ પ્રકારે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યમાં પ્રથમવાર ગુજસીટોકની કલમ લગાડી વ્યાજખોરોને જેલ હવાલે કરનાર કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનોનું ગૃહરાજ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Tags :
gujaratgujarat newsHarsh Sanghvipolice
Advertisement
Next Article
Advertisement