રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિંહોના મૃત્યુ નહીં અટકે તો, ગીર અભયારણ્યના ટ્રેક બંધ કરાવી દઈશું

12:05 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહોના અકાળે થતાં મૃત્યુના મામલે સુઓમોટો રિટ પિટિશનની સુનાવણીમાં રેલવે વિભાગના જવાબ પ્રત્યે હાઇકોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી. માયીની ખંડપીઠે રેલવેની ઝાટકણી કાઢતાં ટકોર કરી હતી કે,થરેલવે તંત્રની ઉદાસીનતાના પાપે આપણે ઘણા સિંહો આજ સુધી ગૂમાવ્યા છે, પરંતુ હવે એક પણ સિંહનું મૃત્યુ ચલાવી લેવાશે નહીં.

Advertisement

રેલવે અને વન વિભાગ સાથે બેસી દિવસ-રાત એક કરીને સિંહોના મૃત્યુને અટકાવવા માટેના નક્કર આયોજનો બનાવી કોર્ટ સમક્ષ રજૂ કરે. સિંહોના અકાળ મૃત્યુ થતાં હોય ત્યારે રેલવે વિભાગને ઊંઘવાનો પણ અધિકાર નથી. બે સિંહોના મૃત્યુ બાદ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં રેલવેએ તપાસના નામે માત્ર ડ્રાઇવરનાં નિવેદન લીધા છે, જે તપાસમાં ચાલતી પોલમપોલ છતી કરે છે. બસ, હવે બહુ થયું. તમે સમાધાન નહીં લાવો તો અમે ગીર અભ્યારણ્યના રેલવે ટ્રેકને બંધ કરાવી દઇશું.

સિંહોના અપમૃત્યુના કેસોમાં હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલી જાહેરહિતની અરજીમાં રેલવે ઓથોરિટીએ બે સિંહના મૃત્યુના કારણમાં એવો જવાબ આપ્યો હતો કે બંને સિંહ એકાએક રેલવે ટ્રેક પર આવી જતાં તેમના મૃત્યુ થયા હતા. આ જવાબ સાંભળતાં જ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સખત નારાજ થયા હતા અને એવી આકરી ટીકા કરી હતી કે, સિંહો માટે કોઇ વિસ્તાર પ્રતિબંધિત હોતો નથી. સિંહોને તેમની બાઉન્ડ્રી(ટેરિટરી)ની ખબર હોય છે. સિંહોની ટેરિટરી રેલવે નક્કી ન કરી શકે. આ બંને અકસ્માતો કઇ રીતે થયા? શું તમે કોઇ ઇન્ક્વાયરી કરી? રેલવે અને ફોરેસ્ટની કમિટી છે તો શું આ કમિટીને કંઇ ખબર છે? સિંહોના અકસ્માત ન થાય એ તમે સુનિશ્ચિત કરો છો, એ માની લઇએ તો પછી આ બે અકસ્માત કઇ રીતે થયા? અને અકસ્માત બાદ તમે શું કર્યું? શા કારણે અકસ્માત થયા એની તપાસ કરી? સિંહો એકાએક આવી ગયા એવો જવાબ કઇ રીતે ચાલે?

ખંડપીઠે એવી માર્મિક ટકોર કરી હતી કે,સિહો દોડતા નથી તે આરામથી ચાલે છે. શા માટે સિંહો એકાએક રેલવે ટ્રેક પર આવી જાય. સિંહ જંગલનો રાજા છે અને એવી રીતે જ વર્તે છે. જો તે ભૂખ્યો ન હોય તો એ કોઇ પણ જાનવરને મારી ખાવા તેની પાછળ પડતો નથી. સિંહ ભૂખ્યો ન હોય તો એ એની ખૂબ નજીક ઊભેલા પશુઓની સામે જૂએ પણ નહીં. સિંહ જંગલનો રાજા છે અને એ પોતાના સામ્રાજ્યની રક્ષા કરે છે. જ્યારે જરૂૂર પડે ત્યારે જ શિકાર કરે છે.ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે,સિંહોની વસતી વધવી જોઇએ નહીં કે ઘટવી જોઇએ. સિંહ જંગલનો રાજા છે અને તેઓ પોતાની ટેરિટરી જાતે નક્કી કરે છે, આપણે એની ટેરિટરી નક્કી ન કરી શકીએ. કાયદો રાજાથી પણ ઉપર છે(લો ઇઝ ધી કિંગ ઓફ ધી કિંગ્સ), પરંતુ એ કાયદો જંગલના રાજા સિંહ પર લાગુ ન થાય. સિંહ પોતાના કાયદા જાતે જ બનાવે છે. જો તમે યોગ્ય આયોજનો નહીં કરો તો અમે બધા ટ્રેક બંધ કરીને બીજા ટ્રેક પરથી જવાનો અથવા અંડરગ્રાઉન્ડ કોરિડોર બનાવવાનો આદેશ કરીશું. હાઇકોર્ટે રેલવે અને વન વિભાગને સાથે બેસીને નક્કર આયોજનો કરીને નવેસરથી સિંહોના રક્ષણ માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિઝર્સ ઘડવાનો આદેશ કર્યો છે.

રેલવે વિભાગ રાત્રે ઊંઘવાનું બંધ કરે:હાઇકોર્ટે
રેલવે વિભાગની ઝાટકણી કાઢતાં હાઇકોર્ટે કહ્યું હતું કે,જાન્યુઆરીથી માર્ચ સુધી તમે કંઇ કર્યું નથી, હવે તમને સમય નહીં આપીએ. તમે રાત્રે ઊંઘવાનું બંધ કરો. રોજ બેઠક કરો અને યોગ્ય નિર્ણય કરો. તમને શાંતિથી બેસી રહેવાનો કોઇ અધિકાર નથી. તમારે તો સામેથી સમાધાન સાથે કોર્ટ સમક્ષ આવવું જોઇતું હતું. અમારે કોઇ આદેશ કરવાની જરૂૂર જ નહોતી. તેમ છતાંય અમારે હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે.

Tags :
gujaratgujarat high courtgujarat newslionslions death
Advertisement
Next Article
Advertisement