રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

RMCમાં આપેલ ચેક બાઉન્સ થાય તો ફોજદારી ફરિયાદમાં પણ ગોઠવણ ?

03:38 PM Jul 30, 2024 IST | admin
Advertisement

કોર્ટમાં કેસ કરી હાજર નહીં રહેવાનું અથવા ‘ટેક્નિકલ’ મિસ્ટેક રાખી દેવાની મોડસ ઓપરેન્ડી

Advertisement

કોઇની ‘ભલામણ’થી આવું થાય છે કે પછી કાયદાકીય અજ્ઞનતા ?

એક સામાન્ય અરજદાર જ્યારે સરકારી લેણા પેટે ચેક આપે છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેક ની રકમ જમા કરીને સરકારી તિજોરીમાં ભરી દેવામાં આવે છે. અને ચેક બાઊંસ થાય તો કોર્ટ કેસ કરીને બે વર્ષ સુધી સજા- દંડ પણ ફટકારવામાં આવે છે. રાજકોટ કોર્પોરેશનમાં આ સામાન્ય અરજદાર ને રાજકીય ઓથ મળી જાય તો એવી ગોઠવણ થઈ જાય કે ભલભલા લોકો માથું ખંજવાળવા માંડે. આવી જ અજીબો ગરીબ ગોઠવણ મ્યુનસિપાલિટીના કોર્ટ કેસોમાં ઉઘાડી પડી છે.

તારીખ 30 માર્ચ 2024 ના રોજ રાજકોટના 17માં અધિક ચીફ મિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટના ચુકાદાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો એક ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરિયાદ દાખલ કરીને 22 મહિના જેટલો સમય થઈ ગયો છતાં ફરિયાદી દ્વારા કોઈ દરકાર લેવામાં ન આવતા માનનીય કોર્ટ દ્વારા બે ફરિયાદ ફગાવી હતી. આ ઉપરાંત આ ફરિયાદોમાં આરોપી પક્ષે રજૂ કરેલ નામ અને તકરારી ચેકમાં નામ અલગ અલગ જણાઇ આવતા હતા જેથી પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકા જાય કે કોર્પોરેશને રજૂ કરેલ ચેક માં નામ અને આરોપી કોઈ અલગ વ્યક્તિ છે.

આવો જ એક અન્ય કેસ જેમાં તારીખ 3 ફેબ્રુઆરી 2024 ના રોજ છઠ્ઠા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદો જોતા માલુમ પડે છે કે આરએમસી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે કંપનીના ઓથોરાઈઝ સિગ્નેચરી સામે નીગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ હતી. નીગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની ફરિયાદમાં કંપનીને ફરિયાદી તરીકે જોડવાની બદલે આરએમસી દ્વારા સીધા કંપનીના ઓર્થોરાઇઝ સિગ્નેટરી સામે ફરિયાદ દાખલ કરવાની ટેકનિકલ ફુલ કરાઈ હતી જેની હિસાબે નામદાર કોર્ટ દ્વારા આ ફરિયાદ ઉગાવી દીધી હતી

હવે સવાલ એ થાય કે શું કોર્પોરેશનના લીગલ ટીમ પાસે આ 22 મહિનામાં એક વખત પણ હાજર થઈને ફરિયાદ રજુ કરવા બાબતનો સમય પણ નહીં હોય? અને કોર્પોરેશનની લીગલ ટીમને એટલી પણ નહીં ખબર હોય કે નીગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટની ફરિયાદમાં કોને કોને પાર્ટી તરીકે જોડવી? ચેક માં નામ હોય તેના થી અલગ નામે ફરિયાદ દાખલ કરાય કે કેમ?

ઉપરની ફરિયાદોમાં રજૂ કરેલી ટેકનીકલ બાબતો જોતા એવું લાગે છે કે આવું સામાન્ય જ્ઞાન તો દરેક લીગલ પ્રોફેશન સાથે સંકળાયેલા લોકોને હોય છે પરંતુ ચોક્કસ ભલામણના આધારે જ આ રીતે ગંભીર ભૂલો રખાતી હોય છે બાદમાં નામદાર કોર્ટમાં આવી ટેકનીકલ ભૂલના આધારે જ ફરિયાદ નીકળી જતી હોય છે.

Tags :
bouncegujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement