રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોઈનું કામ ન થઈ શકે તો વિવેકથી ના કહી શકીએ: મુખ્યમંત્રી

11:28 AM Nov 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સોમનાથ ખાતે પ્રધાનો-અધિકારીઓની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ કાર્યપદ્ધતિ સુધારવા આપી સલાહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં થશે. તેમણે કહ્યુ કે, લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, જો આફતના કપરા સમયે સૌ એક જૂટ થઈને કામ કરી શકે તો રોજ બરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરીટથી પ્રજાના ભલા માટે, લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનું સાચું હાર્દ છે. તેમણે વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા કહ્યું કે, સૌએ ચિંતનની આદત કેળવવી જ જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન, ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ. આના પરિણામે આપણા વાણી, વર્તન, વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે તે નસ્વથના અને સમાજના હિત માટે ઉપયોગી થશે તેવો મત મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ, અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સૌ એક થઈને, સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય.તેમણે અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકા પણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કર્તવ્યરત રહેવાની શીખ આપતા ઉમેર્યું કે, આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થાય, જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા-વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરી છે તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે.

રાજકુમાર-હારિત શુકલા
ચિંતન શિબિર 2024ના સહભાગીઓને સંબોધતા રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર અમૃતકાળમાં યોજાઇ રહી છે. ચિંતન એ સતત ચાલતી પ્રક્રિયા છે. કામ સાથે હેતુને જોડવાથી કામ વધુ આનંદદાયક અને પરિણામલક્ષી બની રહે છે. મુખ્ય સચિવશ્રીએ ચિંતન શિબિરમાં સામેલ અધિકારીઓ પાસે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કર્મયોગ એ જ વિકાસનો પર્યાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-2047ના આહ્વાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિકસિત ગુજરાતના ધ્યેયને સિદ્ધ કરવા ચિંતન શિબિરના નિષ્કર્ષને સમાજની અંતિમ હરોળ સુધી લઈ જવો આવશ્યક છે. ચિંતન શિબિરની 11મી કડીમાં લર્નિંગ એક્સપિરિયન્સીસનો નવો આયામ ઉમેરાયો છે. સ્થાનિક કક્ષાએ સહભાગિતા વધારીને પવર્કર નહીં, પણ લીડરથના અભિગમથી સંકલ્પ સિદ્ધિ થઈ શકે છે. વહિવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ હારિત શુક્લાએ ત્રિદિવસીય ચિંતન શિબિરની રૂૂપરેખા આપીને સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શરૂૂ કરાવેલ ચિંતન શિબિર લક્ષ્યકેન્દ્રીત વિચારણાની દિશામાં લઈ જાય છે. અગાઉની ચિંતન શિબિરોના મનોમંથનથી આજે વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે.

કર્મયોગના છ સિદ્ધાંતો વિશે વિચારશીલ પ્રવચન રજૂ કરતા હસમુખ અઢિયા
સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાએ કર્મયોગના છ સિદ્ધાંતો વિશે પ્રવચન આપતા જણાવ્યું હતું કે, યોગ એ કોઈ ધર્મ નહીં, પરંતુ શરીર અને મનને સ્વસ્થ અને દિવ્ય કરનારું વિજ્ઞાન છે.

કર્મને જો યોગમાં પરિવર્તિત કરવામાં આવે તો કોઈપણ કાર્યને શ્રેષ્ઠતમ રીતે પૂર્ણ કરી શકાય છે. સાથે-સાથે મોક્ષ તરફ પ્રયાણ કરવામાં પણ યોગ સાધના ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી કર્મયોગનું મહત્વ રહ્યું છે. શ્રીમદ્ ભગવત ગીતાના શ્ર્લોકોમાં પણ કર્મયોગનો ઉલ્લેખ છે. કર્મને યોગની રીતે કરવામાં આવે તો તે પૂણ્ય કર્મ બને છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ચિંતા મુક્ત થઈ કર્મ કરવા અને કર્મમાં કૌશલ્ય કેળવવા કર્મયોગના છ સિદ્ધાંતોનું અનુસરણ ખૂબ ઉપયુક્ત છે તેમ જણાવતા શ્રી અઢિયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોને કર્મયોગના છ સિદ્ધાંતો વિશે સદ્રષ્ટાંત વિવરણ આપતા જણાવ્યું હતું કે, સ્વધર્મ અનુષ્ઠાન એટલે કે, જીવનમાં પોતાની ભૂમિકા શ્રેષ્ઠતમ રીતે નિભાવવી, વ્યક્તિગત લાભ અંગેની આસક્તિ ત્યાગવી, પકર્મ અને કર્મના ફળોથની થીયરીમાં વિશ્વાસ રાખવો, જે પણ પરિણામ મળે એનો પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરવો, કર્તવ્ય નિર્વાહમાં અહંકાર ન રાખવો અને જીવનમાં જે પણ ફળ મળે તેની અન્ય સાથે વહેંચણી કરવી. તેનો સમાવેશ થાય છે.

રમત અને ફિટનેસ જાગૃતિ માટે અધિકારીઓ જિલ્લા કક્ષાએ એક્શન પ્લાન બનાવે તે જરૂરી: અશ્ર્વિની કુમાર

સોમનાથ ખાતે યોજાઇ રહેલી 11મી ચિંતન શિબિરમાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાં તથા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે રમત-ગમતને પ્રોત્સાહન આપવા શું કરી શકાય તે અંગે ઉપસ્થિત સૌને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લાઓમાં જિલ્લા રમત સંકુલ, તાલુકા રમત સંકુલ, ખેલ સહાય યોજના, ખેલો ઇન્ડિયા, શાળાઓમા બિન નિવાસી તાલીમ વગેરે રમતલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા રાજ્યના યુવાનો પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવી રમત-ગમત ક્ષેત્રે આગળ આવી રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેની વિગતો તેમણે આપી હતી.

વર્ષ: 2036માં યોજાનાર ઓલમ્પિક માટે દેશમાં થઈ રહેલી તૈયારીઓ અંગેનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરતા તેમણે રમત-ગમત ક્ષેત્રે વિજેતા રહેલાં ત્રણ રાજ્યો તેમ જ ત્રણ દેશોની ખાસિયતો, તેની સફળતા તથા તેઓના રમત ક્ષેત્રના મોડલ કઈ રીતે વિકસિત થયાં તેની સામે ગુજરાત રાજ્યનું રમત ક્ષેત્રોનું મોડલ અને ગુજરાતના રમત ક્ષેત્રના આ મોડલને કઈ રીતે વધુ મજબૂત બનાવી શકાય તે અંગેનો રોડ મેપ તેમણે રજૂ કર્યો હતો.
અગ્ર સચિવશ્રીએ પએક જિલ્લો-એક રમતથની પહેલ, મહિલાઓને રમત ક્ષેત્રે પ્રોત્સાહન, રમત સાથે ફિટનેસને પ્રોત્સાહન, દરેક વ્યક્તિ રમત અને ફિટનેસ બાબતે જાગૃત થાય તે માટે પ્રયાસો વગેરે બાબતે માર્ગદર્શન આપવાની સાથે જિલ્લાના અધિકારીઓ રમત-ગમતનું જિલ્લા કક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરે તે માટે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્ત્વની: હર્ષ સંઘવી

સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં રમત-ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રમત-ગમતના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં આજે 65 લાખ જેટલાં ખેલાડીઓની નોંધણી થઈ ચૂકી છે. મંત્રી શ્રી સંઘવીએ રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, જિલ્લાના વહીવટી અધિકારીઓ સમયાંતરે ડી.એલ.એસ.એસ. કે સ્પોર્ટ્સ સ્કૂલની આકસ્મિક મુલાકાત લઈને સમીક્ષા કરીને ખેલાડીઓ તથા કોચને પ્રોત્સાહિત કરે તે જરૂૂરી છે.

Tags :
Chief Minister bhuprndra patelgujaratgujarat newsSomnath news
Advertisement
Next Article
Advertisement