જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કૂતરાં! આજથી વરસાદના ઉત્તરા નક્ષત્રનો પ્રારંભ
ગુજરાતમાં ચાલુવર્ષે સરેરાશ કરતા 24 ટકા વધુ એટલે કે, અત્યાર સુધીમાં 124 ટકા વરસાદ પડી ગયો છે. અને હવે લોકો મેઘરાજાને ખમૈયા કરવાની વિનંતીઓ કરી રહ્યા છે. તેવા સમયે જ હવામાન નિષ્ણાતો હજુ પણ ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. ત્યારે આજથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યુ છે. અને ફરી હવામાન નિષ્ણાતોએ ચિંતાજનક આગાહી કરી છે.
આજથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે, ત્યારે વાદળોમાં થતાં ફેરફાર ભડલી વાક્યોને લઈ અનેક આગાહીકારો આગાહી કરી રહ્યા છે. જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ પણ 13 તારીખના રોજ બેસનારા નક્ષત્રને લઈ આગાહી કરી છે.ઉત્તરા નક્ષત્રને લઈ તેમણે જણાવ્યું હતું કે, આ વરસાદમાં પાકનો ખૂબ બગાડ થાય. કેમ કે, પાક તૈયાર થઈ ગયો હોય તેના પર વરસાદ થતાં પાક બગડે છે. તેથી કહેવત છે કે, નજો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કુતરાથ તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડશે.
તેમણે કહ્યું કે, હું નથી માનતો કે ઉત્તરા નક્ષત્રનો વરસાદ સૌરાષ્ટ્ર બાજુ આવી શકે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે. બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઉભું થયું છે, તેની અસર 20 તારીખ આસપાસ આવશે. દક્ષિણ-પૂર્વ ગુજરાત થઇ, બનાસકાંઠા થઇ, તે સિસ્ટમ નબળી પડી જશે, તેવું અત્યારના સંજોગોમાં લાગે છે.
સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂૂર છે. જમીનનું મથાળુ કઠળ થઇ ગયું છે. એટલે ફૂંવારા મૂકીને પાણી દઇએ તોય જમીન પોચી પડી જાય. ખાલી અડધો ઇંચ જ વરસાદ જોઇએ છે.
જો નક્ષત્ર બદલાતા આટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આવી જાય તો ફાયદો થઇ જશે.તેમણે કહ્યું કે, 2-3 તારીખે નોરતા શરૂૂ થાય છે. એટલે હાથીયાની અંદર બહુ વરસાદ થશે, તેવું અત્યારે લાગે છે. 7થી 11 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં બહુ જ વરસાદ થશે. પૂર કાઢી નાંખશે તેવો વરસાદ થશે, એવું મારું અનુમાન છે. એટલે હાથીયામાં એક વરસાદ થશે.