રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આવાસ કૌભાંડમાં પુરાવા મળશે તો બન્ને કોર્પોરેટરો ગેરલાયક ઠરશે

05:02 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં હાલ આવાસ કૌભાંડ ધુણી રહ્યું છે. ભાજપના બે કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ કૌભાંડ આચરવામાં આવેલ જેના ઘેરા પડઘા પડતા ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે બન્ને કોર્પોરેટરોની પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી છે પરંતુ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવ્યા નથી આથી આ મુદ્દે ભારે ચર્ચા ઉઠી છે છતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા બન્ને કોર્પોટેરોને ડીસક્વોલીફાઈવ કરી શકાય કે કેમ તે અંગે પુછવામાં આવતા જાણકારોના મતે જો આવાસ યોજનામાં દોષીત સાબિત થાય તો બન્ને કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ કરી તેમને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવી શકાય છે. પરંતુ હાલ કૌભાંડની તપાસ ચાલુ હોય બન્ને કોર્પોરેટરો વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી થઈ શકે તેમ નથી જેની સામે ભાજપ મવડી મંડળે પણ મોઢુ બંધરાખી આક્ષેપો ન કરવાની સુચના આપતા હાલ વાતાવરણ શાંત થઈ ગયું છે. શહેરના રાંદરડા તળાવની બાજુમાં સાગર નગરમાં આવેલ મફતિયા પરામાં મકાન બનાવી તેની સામે આવાસ યોજનામાં એક જ પરિવારના અનેક સભ્યોના નામે આવાસ લઈ લીધાનુંકૌભાંડ ખુલવા પામેલ આ કૌભાંડ મહાનગરપાલિકાના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલ્તરના પતિઓ દ્વારા કારસ્તા કર્યાનું ખુલતા હોબાળો બોલી ગયેલ અને આ મુદ્દે તંત્ર દ્વારા પણ તપાસના આદેશ અપાયા હતાં તેમાં ઘરનું ઘર હોવા છતાં પણ આવાસ લીધા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા પતિના પાપે ભાઠે ભરાયેલા બન્ને કોર્પોરેટરોને ગઈ કાલે પક્ષમાંથી હકાલપટ્ટીકરી દેવાઈ હતી. પરંતુ તેઓ અપક્ષ તરીકે કોર્પોરેટર પદે ચાલુ રહેતો આગામી દિવસોમાં ફરી કૌભાંડો કરી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું જેની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કોર્પોેટરોને ગેરલાયક ઠેરવવાનીસત્તા છે કે નહીં તેવું જાણવાનો પ્રયાસ કરતા જાણવા મળેલ કે, કમિશનર પાસે બન્ને કોર્પોરેટરોને ડિસ્ક્વોલીફાઈવ કરવાની સત્તા છે નહીં પરંતુ જોગવાઈ મુજબ જો બન્ને કોર્પોરેટરો આ કૌભાંડમાં દોષીત સાબિત થાય તો કમિશનર પોતાની સત્તાની રૂહે બન્ને રાજીનામા માગી શકે છે પરંતુ આ કામગીરી જટીલ હોવાના કારણે સંભાવના ઓછી જોવાઈ રહી છે. જેની સામે ભાજપ મવડી મંડળ દ્વારા શહેરભાજપને ખાસ સુચના આપી તમામે મોઢુ બંધ રાખવાનું કહેવાયું છે. આથી હવે કૌબાંડની તપાસ ચાલુ હોય રિપોર્ટ આવ્યા બાદ આ કૌભાંડમાં કોણ દોષીત છે તે સાબિત થશે અને સંભવત બન્ને કોર્પોરેટરો વિરુદ્ધ વધુ કડક પગલા લેવાય તેવુંલાગી રહ્યું છે.

Advertisement

ચૂંટણી બાદ બન્ને કોર્પોરેટર પદ ગુમાવે તેવી સંભાવના
મહાનગરપાલિકામાં ભાજપમાંથી ચુંટાયેલા કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરના પતિઓએ આવાસ કૌભાંડ આચર્યુ છે જેના ઘેરા પડઘા પડતા મવડી મંડળ દ્વારા બન્નેને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. પરંતુ હાલમાં બન્ને અપક્ષ તરીકે કોર્પોરેટર પદે યથાવત રહેતા આ લોકો કરશે તો ભાજપનું જ કામ તેવો ગણગણાટ શરૂ થયો છે. જેની સામે ભાજપના ખાસ સુત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી નજીક હોવાના કારણે હાલ તમામને મૌન રહેવાની સુચના અપાઈ છે અને ચુંટણીમાં આ બન્ને કોર્પોરેટરોના વિસ્તારમાંથી ભાજપ મત મેળવશે ત્યાર બાદ બન્ને કોર્પોેટરો પાસેથી રાજીનામા માગી લેવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. આથી ચુંટણી બાદ બન્ને કોર્પોરેટરો તેમનું પદ ગુમાવે તેવું હાલ ભાજપમાંથી જ સંભળાઈ રહ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement