રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોમનાથમાં ડિમોલિશન ગેરકાયદે ઠર્યુ તો જેલમાં નાખીશું: સુપ્રીમ બગડી

11:13 AM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો ઈનકાર પણ કોર્ટના આદેશની અવમાનના થઈ હશે તો તંત્રએ મિલકતો ફરી બાંધી દેવી પડશે

ચીફ સેક્રેટરી, સોમનાથ કલેક્ટર-એસ.પી. સહિતના અધિકારીઓને પક્ષકાર બનાવાયા, 16 ઓક્ટોબરે વધુ સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે સોમનાથમાં થયેલ ડિમોલીશન મામલે ક્ધટેમ્પ્ટ પીટીશનની સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી આક્રમક વલણ અપનાવતા ચોખ્ખુ જણાવાયું હતું કે, જો અમારા 17 સપ્ટેમ્બરના આદેશનું ઉલંઘન કરીને આ ડિમોલીશન હાથ ધરાયું હશે તો જવાબદાર અધિકારીઓએ જેલ જવાની તૈયારી રાખવી પડશે. અને સરકારે તોડી પડાયેલા દબાણો ફરી બાંધી આપવા જોશે.

આ સાથે સુપ્રીમે હાલ આ મુદ્દે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. અને આ મામલે ગુજરાત સરકારનો જવાબ માગ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં પ્રભાસપાટણના સમસ્ત પટ્ટણી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા વચગાળાની રાહતની અરજી ફગાવી દીધાબાદ સુપ્રીમ કોર્ટમાં તેના બુલ્ડોઝર પર સ્ટેના તા. 17 સપ્ટેમ્બરના હુકમની અવગણનાની અરજી થઈ હતી. આ અરજીની સુનાવણી આજે જસ્ટીસ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્ર્વનાથનની બેન્ચ સમક્ષ થઈ હતી. જેમાં સમસ્ત પટ્ટણી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા દલીલ કરાઈ હતી કે, સુપ્રીમ કોર્ટની પૂર્વ મંજુરી વગર 57 એકરમાં ફેલાયેલી પાંચ દરગાહ, 10 મસ્જીદ અને 45 ઘરનું ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં 9 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. અને સુપ્રીમ યથાસ્થિતિ જાળવી રાખવાન હુકમ નહીં આપે તો બીજા દિવસે જ આ બાંધકામો તોડી પાડવામાં આવશે.

મુસ્લિમ ટ્રસ્ટ વતી વકીલ સંજય હેગડેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મિલકતો કોઈપણ અપવાદમાં આવતી નથી અને એવી આશંકા વ્યક્ત કરી હતી કે સુનાવણીના બીજા દિવસે, આ મિલકતો તોડી પાડવામાં આવશે અને સમગ્ર વિસ્તારની સ્થિતિ બદલાઈ જશે. 9 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આ 57 એકરનો વિસ્તાર છે જે જૂના જૂનાગઢ રાજ્ય દરમિયાન આપવામાં આવ્યો હતો.

જો કે, આ મામલે બેન્ચે કોઈ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. અને આ બાબતની સુનાવણી 16 ઓક્ટોબરે હાથ ધરી છે. આ અરજીમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ, સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પુલીસ ગીર સોમનાથ અને અન્ય પક્ષોને પ્રતિવાદી બનાવાયા છે.

સુપ્રીમના ઓર્ડરમાં જળાશયની આજુબાજુ દબાણ દૂર કરવાની છૂટ હતી તેથી કાર્યવાહી કરી: સરકારનો બચાવ
ગુજરાત સરકારપક્ષે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટનો 17 સપ્ટેમ્બરનો આદેશ બહુ સ્પષ્ટ છે. જેમાં જાહેર જગ્યા અને જળાશયની આસપાસની જમીનો પર દબાણ હોય તો દૂર કરી શકાય છે. તેમણે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસનો વિષય સરકારી જમીન છે. અને 2023માં જ આ જમીન ખાલી કરવા માટે નોટીસો આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત તમામ પક્ષકારોની વ્યક્તિગત સુનવણી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પક્ષકારોએ વકફ ટ્રિબ્યુનલ સહિત અનેક જગ્યાએ અરજીઓ કરી હોવા છતાં તેમને કોઈ સ્ટે. અપાયો નથી. આ જમીન એક સમુદ્ર કિનારે છે અને સોમનાથ મંદિરથી ફક્ત 340 મીટર દૂર છે. સુપ્રીમના ઓર્ડરને અનુસર્યા પછી જ તમામ કાર્યવાહી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsindiaindia newsSomnath demolitionSupreme Court
Advertisement
Next Article
Advertisement