રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસ નિર્ણય લેવામાં વિલંબ કરશે તો ‘આપ’ દાહોદ બેઠકમાં પણ ઉમેદવાર જાહેર કરી દેશે

04:28 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઇને વધુ એક નિવેદન ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાનું નામ સામે આવ્યું છે કે ભરૂચ અને ભાવનગર બેઠક ઉપર આપના ઉમેદવારો જાહેર થઇ ચુકયા છે ત્યારે કોંગ્રેસ નિર્ણય લેવામાં વિલંબ કરશે તો દાહોદમાં પણ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે.

Advertisement

આમ આદમી પાર્ટી ભરૂૂચ અને ભાવનગર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને બીજી લોકસભા સીટો પર પણ મજબૂત સંગઠન બનાવી દીધું છે. દાહોદ લોકસભામાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. ચૈતરભાઈ વસાવાએ સભામાં હાજર જનતા અને કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, દાહોદ લોકસભામાં આમ આદમી પાર્ટી (અઅઙ)એ કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા હતા. જેટલા ઝડપથી ઉમેદવારનો નિર્ણય લેવામાં આવે એટલું ચૂંટણી લડવામાં આસાની રહેશે. અમે સંગઠનના સાથીઓને અને દાવેદારોને મળ્યા છીએ. આથી જો કોંગ્રેસ નિર્ણય લેવામાં સમય પસાર કરશે તો આમ આદમી પાર્ટી દાહોદ લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે.

આદિવાસી સમાજ જેમને લોકસભા અને વિધાનસભામાં મોકલ્યા છે મોટા લોકો નાના સમાજના લોકોને દબાવવાનું કામ કરે છે. હું કે મારો પરિવાર કેવડિયા ચૂંટણી લડતો નથી તેમ છતાં કેવડિયા આંદોલન મે કર્યો હતો. વર્ષ 2019 ની લોકસભાને ધ્યાને રાખી મને 94 દિવસ રાજકોટ જેલમાં મોકલ્યો હતો અને ચૂંટણી પૂર્ણ થતા જ ત્રીજા દિવસે મને છોડી મૂકવામાં આવ્યો હતો. હાલ પણ મને ઉમેદવારી ના નોંધાવે તેને ધ્યાને રાખી અને મારા ગામમાં તેમજ ભરૂૂચમાં પ્રવેશ બંધી ના ઓર્ડર કરાવ્યા છે.

Tags :
aapCongressgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement