મગફળીની ટેકાના ભાવે 200 મણની ખરીદી નહીં થાય તો ચક્કાજામ
બહુમાળી ભવન ચોકમાં ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસના ધરણા: સરકારની નીતિ વિરુદ્ધ આકરા પ્રહાર કરતા આગેવાનો
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બહુમાળી ભવન ચોક, રેસકોર્સ ખાતે ધરણા કરવામાં આવેલ હતા આ ધરણા નો મુખ્ય હેતુ સરકાર દ્વારા આવનાર દિવસોમાં મગફળીના ટેકાના જથાની જાહેરાત કરવામાં આવે અને ઓછામાં ઓછી 200 મણ મગફળી ખેડૂત દીઠ લેવામાં આવે જો આ માંગ નહીં સંતોષાય તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન પણ કરવાની તૈયારી છે.
આ તકે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ભુપેન્દ્ર મારવી જી, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિત ખુંટ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , લલીતભાઈ કગથરા , રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા , સુરેશભાઈ બથવાર , મહેશભાઈ રાજપુત , ડીપી મકવાણા , જશવંતસિંહ ભટ્ટી , સંજયભાઈ અજુડીયા, કનકસિંહ જાડેજા, મનીષા બા વાળા, ડો. નયના બા જાડેજા, ચંદ્રેશ પરમાર, ગોવિંદભાઈ ડોબરીયા, હર્ષદસિંહ ઝાલા, મુકેભાઈ રાજપરા, પંકજભાઈ ગોંડલીયા, કિરીટસિંહ ગોહિલ, શૈલેષભાઇ કપૂરીયા, જયદેવભાઈ જલુ, સલીમભાઇ કારીયાણીયા, ગોવિંદભાઇ સભાયા, ભરતભાઈ બાલોંન્દ્રા, અશોકભાઈ વાળા સહીત ના વિશાળ સંખ્યા મૉં ખેડૂતો જોડાયા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી રહી છે. એક તરફ મોંઘવારીના કારણે ખેતીનો ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ સરકાર ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો પણ આપી શકતી નથી. માત્ર 68 મણની ખરીદી કરીને ખેડૂતોને ગરીબ બનાવવાના ષડયંત્ર જેવું છે. ત્યારે અમારી માંગ છે કે, સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લે અને લાભ પાંચમની જગ્યાએ દિવાળી પહેલા ખરીદી શરૂૂ કરે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત આજે રસ્તા પર ઉતરી આવ્યો છે. સરકારે મગફળીની ખરીદીની મર્યાદા વધારીને 200 મણ કરવી જ પડશે. ખેડૂતો આજે આર્થિક સંકટમાં છે અને જો દિવાળી પહેલા તેમને તેમના પાકના પૈસા નહીં મળે તો તેમની હાલત વધુ ખરાબ થશે. કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાશે નહીં, ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. અમારી માંગ નહીં સંતોષાય તો ચક્કાજામ પણ કરીશું.