જામનગરમાં બે લૂંટની ઘટનામાં ઝડપાયેલ બેલડીની મામલતદાર સામે ઓળખ પરેડ
જામનગર શહેરમાં જુદી જુદી બે લૂંટની ઘટનાઓને અંજામ આપનાર લૂંટારું બેલડી ને શહેર વિભાગના મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવવા માટે જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે.
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા કરશનભાઇ ચંદુભાઈ ઝાલા પોતાની નોકરી પૂરી કરી મો.સા. લઇ ઘરે જતા હતા, તે દરમ્યાન તેને માર મારી છરી બતાવી તેના ખિસ્સા માંથી રોકડ રૂૂ. 1500 તથા સોનાનો પેન્ડલ વાળો ચેન લૂંટી લઈ નાશી જતાં બન્ને અજાણ્યા માણસો વિરૂૂધ્ધ જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત ગઇ તા.15/6/2025 ના રોજ અજયસિંહ શીવુભા જાડેજા રહે. લીમડા લાઈન, મકરાણી પાડો જામનગર વાળા પગપાળા ચાલીને સપડા દર્શન કરવા જતાં હતા, ત્યારે રાજપાર્કની સામેં બે અજાણ્યા માણસો આવી છરી વડે ઇજા કરી માર મારી ખિસ્સા માંથી રૂૂ. 1500 ની લુંટ ચલાવ્યા ની ફરિયાદ નોંધાવી હતી જે બન્ને ગુન્હા ને અંજામ આપનાર આમીનભાઇ ઉર્ફે નવાજ રફીકભાઇ ચાવડા (રહે. શાક માર્કેટ પાછળ, વાઘેરવાડો, જામનગર) અને હમદભાઇ ઉર્ફે અબાડો રફીકભાજી કથીરી (રહે. મોરકંડા રોડ, ગરીબનવાજ સોસાયટી, જામનગર) ની અટકાયત કરી લીધી હતી. જ્યારે તેઓના કબ્જા માંથી લૂટ કરી મેળવેલ સોનાના દાગીના, રોકડ રૂૂપીયા તથા ગુનો કરવામાં ઉપયોગ કરેલ મોબાઇલ ફોન, છરી તથા એકસેસ મો.સા. જી.જે.10 ડીબી 5600 મળી કુલ રૂૂ. 1.52,050 ની માલમતા કબજે કરી હતી, અને બંને આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. દરમિયાન સિટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બંને આરોપીઓનો જામનગરની અદાલતમાંથી ટ્રાન્સફર વોરંટ ના આધારે કબજો મેળવ્યો છે, અને જામનગર શહેર વિભાગના મામલતદાર સમક્ષ ફરિયાદી સામે ઓળખ પરેડ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.