વીંછીયા આંગણવાડી વર્કર હેલ્પર પગાર પ્રકરણમા આઇ.સી.ડી.એસ. કમિશનરે ફટકારી નોટિસ
જાણવા મળતી વિગતો મુજબ કે રાજકોટ જિલ્લા ના વીંછીયા તાલુકા મા આંગણવાડી વર્કર, હેલ્પર ઓનલાઇન પગાર કરતી વખતે મુખ્યસેવીકા એ પગાર 53 થી વધારે જાન્યુઆરી આખા મહિના પગાર કપાત કરી નાખ્યો હતો. 53 વર્કર, હેલ્પર આખા મહિના પગાર કપાત કર્યો છે જાણ થતા આઇ. સી.ડી.એસ તંત્ર દોડતું થયું હતું કપાત થયેલ વર્કર, હેલ્પર પગાર મળી જાય તેવી કાર્યવાહી કરવામાં આવી હતી.
અંગત સૂત્રો પાસેથી ખાનગી જાણવા મળતી વિગતો મુજબ કે આ 53 આંગણવાડી વર્કર હેલ્પર પગાર કપાત થયા જાણ પ્રોગ્રામ ઓફિસર ને થતા બાળ વિકાસ યોજના અધિકારી ખુલાસો પૂછ્યો હતો તે ખુલાસો ના અન્વયે મુખ્યસેવીકા નો ખુલાસો બાળ વિકાસ યોજના અધિકારી પૂછી સંતોષ માની લીધો. પણ મોટો સવાલ એ છે કે જયારે જયારે આવી ગંભીર ભૂલો પગાર મેળવી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ ફક્ત એક ખુલાસો આપી ને સંતોષ આઇ.સી.ડી.એસ ના જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારી માની લે છે કોઈ દાખલા રૂૂપી કાર્યવાહી કરેલ હોય તેવું માલુમ પડતું નથી !
મોટો સવાલ એ છે કે આ તાલુકા જવાબદાર સી.ડી.પી.ઓ કોઈ ચોક્કસ ખરાઈ નહીં કરી હોય? એ થી મોટો સવાલ એ છે કે તાલુકા કક્ષાએ યોગ્ય ખરાઈ ના થઈ હોત પણ જિલ્લા કક્ષાના આઇ.સી.ડી.એસ જવાબદાર અધિકારી કાળા ચશ્મા પહેરેલા હતા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. ગાંધીનગર થી આઇ.સી.ડી.એસ વિભાગ કમિશનર દ્વારા 6/3/2024 ના રોજ બાળ વિકાસ યોજના અધિકારી વીંછીયા ને કારણ દર્શક નોટિસ ફટકારી અને ગંભીર બાબત કેમ દયાને લીધેલ હોય તે અંગે દિવસ બે ખુલાસા પૂછ્યા હતા. હવે એ જોવાનું રહ્યું છે જવાબદાર મુખ્યસેવીકા સામે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઓફિસર સાવિત્રી નાથજી કોઈ દાખલા રૂૂપી કાર્યવાહી હાથ ધરશે ?