For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IAS અધિકારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં બેસાડ્યો

12:06 PM Dec 18, 2023 IST | Sejal barot
ias અધિકારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં બેસાડ્યો

સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે. પરંતુ દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના પુત્ર માધવનને આજે દાહોદની છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. પોતાની ઓફિસ જતાં પહેલા ડીડીઓ બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોચ્યા હતા જ્યાં આંગણવાડી વર્કર દ્રારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો.
આ અંગે ડીડીઓ ઉત્સવ ગૌતમનું કહેવું છે કે, સરકાર દ્રારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળાઓમાં સારુ શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને રમત ગમત અને શિક્ષણની સાથે પૌષ્ટીક આહારની પણ સગવડ સરકાર દ્રારા કરવામાં આવી છે. તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળાનો લાભ લેવો જોઈએ. એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મુક્તા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ આપી કરી હતી.
પોતે પણ સરકારી સિસ્ટમનો જ એક હિસ્સો છે અને પોતે સરકારી સિસ્ટમ અને સુવિધાઓ ઉપર ભરોસો નહીં રાખે તો સામાન્ય લોકો કેવી રીતે ભરોસો કરી શકશે? સરકારી આંગણવાડી કે શાળામાં આ પ્રકારની સુવિધા અને વાતાવરણ ઊભું કરવાથી લોકો ચોક્કસથી આનો લાભ લેશે.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી આંગણવાડીમાં પોતાના બાળકને બેસાડીને લોકોમાં વિશ્વાસ બેસાડ્યો છે કે, સરકારી શાળાઓ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરે છે, તો લોકોએ તેનો લાભ લેવો જોઈએ. દાહોદના જિલ્લા વિકાસ અધિકારીએ સામાન્ય જનતા અને સરકારી બાબુઓ વચ્ચેના ખાડાને પૂરવાનો પ્રયત્ન કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement