For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હું કોઇપણ ભોગે ભરૂચથી ચૂંટણી લડીશ, અહેમદ પટેલના પુત્રના બાગી તેવર

01:50 PM Feb 26, 2024 IST | Bhumika
હું કોઇપણ ભોગે ભરૂચથી ચૂંટણી લડીશ  અહેમદ પટેલના પુત્રના બાગી તેવર
  • ભાજપ કે અન્ય પક્ષમાં જોડાવાનો ફૈઝલ પટેલનો ઇન્કાર

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ભરૂૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે સીટ વિતરણ દરમિયાન આ સીટ પઆપથના ખાતામાં આવી ગઈ છે. જ્યારે, આ પટેલ પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે,

Advertisement

કોંગ્રેસે અઅઙને બે બેઠકો આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભરૂચ અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. હરિયાણા, ગોવા, ચંદીગઢ અને દિલ્હી માટે પણ કોંગ્રેસ અને અઅઙ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ છે. બંને પક્ષોએ શનિવારે તેને મંજૂરી આપી હતી.

ફૈઝલે કહ્યું, ગમે તે થાય, હું આ સંસદીય ચૂંટણી લડીશ. તેમણે કહ્યું કે આ સીટને પરિવાર સાથે ભાવનાત્મક લગાવ છે, જેના કારણે અઅઙ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવા છતાં તેમણે અહીંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જોકે, તેમણે ભાજપ કે અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો પણ ઈન્કાર કરી દીધો છે. ફૈઝલે કહ્યું કે, વિસ્તારમાં સતત કામ કરવા અને વિસ્તારની ભાવનાઓને કારણે આ સીટ જીતી શકાય છે. પટેલ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.

Advertisement

તેણે કહ્યું, મને આખા ભારતમાંથી ફોન આવી રહ્યા છે. માત્ર પાર્ટીના કાર્યકરો જ નહીં પરંતુ નેતાઓ પણ મારી સાથે એકતા દર્શાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ભરૂચ જેવું કંઈક અન્ય પક્ષને આપી શકાય છે ત્યારે તેમનું, તેમના પક્ષના કાર્યકરો અને તેમના વિસ્તારોનું શું થશે. હું મારા પિતાના લોકોને કમજોર કરી શકતો નથી. ગમે તે થાય હું આ ચૂંટણી લડીશ.

Advertisement
Tags :
Advertisement
Advertisement