કોના તાર ક્યાં અડેલા છે મને ખબર છે: મનસુખ વસાવા
તાજેતરમાં જ પુરી થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26 બેઠકોમાંથી 25 બેઠકો મળી છે, એકમાત્ર બેઠક પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. લોકસભામાં આ વખતે ભરુચ બેઠક પરથી ફરી એકવાર ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાની જીત થઇ છે અને દિલ્હી પહોંચ્યા છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ હાલમાં જ એક જાહેર સભામાં આકરા વલણમાં ચિમકી આપી છે, આ ચિમકી પક્ષના કાર્યકરો અને પક્ષ વિરોધી કામ કરનારા લોકોને આપી છે. મનસુખ વસાવાનું આ નિવેદન ખુબ વાયરલ થઇ રહ્યું છે.
ભરુચ બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તાજેતરમાં જ કડક શબ્દોમાં પાર્ટી કાર્યકર્તાઓને ચિમકી આપી છે. મનસુખ વસાવાએ કહ્યું કે, કેટલાક લોકો પક્ષને નુકસાન પહોંચાડી રહ્યાં છે. ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, પાર્ટીને નુકસાન પહોંચાડનારાઓને નહીં ચલાવી લેવાય, કેટલાક લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે, કેટલાક આપણા કાર્યકર્તા કોંગ્રેસવાળાને બચાવે છે.
આવુ કોઈપણ હિસાબે ચલાવી નહીં લેવાય. મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે, મને ખબર છે કોના કોના તાર ક્યા અડેલા છે.મનસુખ વસાવા 7 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 7 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે. 1998, 1999, 2004, 2009, 2014, 2019 અને 2024માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે પણ ફરી એકવાર ટિકિટ આપી હતી અને ચૂંટાયા હતા. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.