For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારે રાજકોટના CFO નથી બનવું : મિથુન મિસ્ત્રીનો નનૈયો

04:19 PM Sep 07, 2024 IST | Bhumika
મારે રાજકોટના cfo નથી બનવું   મિથુન મિસ્ત્રીનો નનૈયો
Advertisement

સરકારે 10 દિવસ પહેલાં મનપાના નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરી છતાં આજ સુધી મિસ્ત્રીએ ચાર્જ ન સંભાળી રાજકોટ જવાની ના પાડી હોવાની વિગત મળી

મહાનગરપાલિકામાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની માઠી બેઠી હોય તેમ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ બાદ નવી નિમણુંક પામેલા સીએફઓ પણ લાંચ કેસમાં ઝડપાતા લાંબા સમય બાદ સરકારે નવા સીએફઓ તરકે મિથુન મીસ્ત્રીના નામે જાહેર તકરી નિમણુંક કરી હતી. પરંતુ એક સપ્તાહ જેટલો સમય થવાછતાં તેઓએ આજ સુધી ચાર્જ ન સંભાળતા માલુમ પડેલ કે, નવાસીએફઓ મિથુન મિસ્ત્રીએ રાજકોટના ચીફ ફાયર ઓફિસર બનવાની ના પાડી દીધી છે. આથી તેઓએ આજ સુધી ચાર્જ સંભાળ્યો નથી. તેવું જાણવા મળેલ છે.

Advertisement

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ચીફ ફાયર ઓફિસર અને ડે. ઓફિસરની આ બનાવમાં ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યાર બાદ કચ્છના સીએફઓની નિમણુંક મનપામાં કરવામાં આવેલ હતી. જેઓ ચુકાદા દરમિયાન લાંચ લેતાઝડપાઈ જતાં હાલ તેઓ પણ જેલની હવા ખાઈ રહ્યા છે. આથી મનપાની ફાયર વિભાગની તમામ પ્રકારની કામગીરી અટકી પડી હતી. અને સરકાર પાસે સીએફઓની માંગણી કરેલ જને માન્ય રાખી સરકારે એક સપ્તાહ પહેલા અમદાવાદમાં ફરજ બજાવતા મિથુન મિસ્ત્રીની મનપાના નવા સીએફઓ તરીકે નિમણુંક કરી હતી. તેઓ તુરંત ચાર્જ સંભાવાના હતા પરંતુ આજે 10 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં ચીફ ફાયર ઓફિસર દ્વારા ચાર્જ ન સંભાળાતા હાલ નવી ફાયર એનઓસી અને અન્ય કામગીરીમાં સહીના વાંકે ફાઈલોના થપ્પા લાગી ગયા છે. આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે, નવા ચીફ ફાયર ઓફિસર મીથુન મિસ્ત્રીએ રાજકોટના સીએફઓ બનાવવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓ અન્ય કોઈ જગ્યાએ સીએફઓ થવા તૈયાર છે પરંતુ રાજકોટમાં આવવા તૈયાર નથી. તેમ જાણવા મળેલ છે. આથી ફરી વખત ફાયર વિભાગ નોંધારુ બની ગયું છે.

મનપાના નવા ચીફ ફાયર ઓફિસરની નિમણુંક ઘોચમાં પડતા અગાઉથી આવેલ ફાયર એનઓસીની અરજીઓ તેમજ રોજીંદા કરવામાં આવતી નવી ફાયર એનઓસી માટેની અરજીઓના ફાઈલોના થપ્પા લાગી ગયા છે. ફાઈનલ સહી ચીફ ફાયરઓફિસરની થતી હોવાથી એક પણ ફાઈલ મંજુર થઈ શકી નથી. તેવામાં નવા ચીફ ફાયરઓફિસર પણ ન આવતા હવે કામગીરી કેમ કરવી તે બાબતે તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું છે. તેની સામે અરજદારો ફાયર એનઓસી માટે ફાયર વિભાગની કચેરીના ધક્કા ખાઈ રહ્યાનું જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement