રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહેવાનો છું : જવાહર ચાવડાએ અંતે મૌન તોડ્યું

12:10 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

લોકસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ તમામ રાજકીય પક્ષો જીતની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપનો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે. પરંતુ લોકસભા પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું. કે ભાજપના નેતા જવાહર ચાવડા ફરી કોગ્રેસનો હાથ પકડી શકે છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની ચૂંટણી કેમ્પેઈનમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો છે. જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીના પક્ષપ્રવેશ વખતે પણ ગેરહાજર હોવાથી તર્કવિતર્ક શરૂૂ થયા હતાં. સાથે જ ચર્ચા તો એવી પણ છે કે જવાહર ચાવડાને ફરી કોંગ્રેસમાં લાવવા નેતાઓનું એક જૂથ સક્રિય થયું છે.

Advertisement

પરંતુ જવાહર ચાવડાએ સ્પષ્ટ્રતા કરી હતી કે તેઓ કોગ્રેસમાં નહી પણ ભાજપમાં જ રહેવાના છે,અને અટકળો પર પૂર્ણવિરામ મૂકયું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેમણે પોસ્ટ મુકી અટકળોનો અંત આણ્યો હતો.

જ્યારે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી તાજેતરમાં ભાજપમાં જોડાયા અને ચાવડાની ચૂંટણી કેમ્પેઈનમાં ગેરહાજરી દેખાઈ. સાથે જ એવું પણ જાણવા મળ્યું હતું કે આ વિશે વાત કરતાં એમને અંગતમાં ચર્ચા કરી હતી કે હવે આંખે પટ્ટા નથી બાંધવા, ભાજપ આખી ઘટનાને હળવાશથી લઇ રહ્યું હતું.
હવે ચૂંટણી કેમ્પેઈનમાં જવાહર ચાવડાની ગેરહાજરીને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા તેમના બચાવમાં ઉતર્યા છે. કોરડિયાએ કહ્યું કે ચૂંટણી વહેલા જાહેર થઈ અને ઉમેદવારો પણ વહેલા જાહેર થયા છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો તે અગાઉના નેતાઓના કાર્યક્રમો નક્કી હોય છે અને જવાહરભાઈ પોતાના પૂર્વ આયોજિત કાર્યક્રમમાં વ્યસ્ત છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement